Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NETHERLANDS : પ્લેનના એન્જિનમાં પડી જવાથી થયું યુવકનું મોત, આત્મહત્યા કે પછી અકસ્માત?

11:52 AM May 30, 2024 | Harsh Bhatt

NETHERLANDS : નેધરલેન્ડના ( NETHERLANDS ) એમ્સ્ટર્ડમ એરપોર્ટ પરથી એક ખૂબ જ ભયંકર ઘટના હાલ સામે આવી છે. ઘટના એમ છે કે, પ્લેનના ટેકઓફ દરમિયાન એક વ્યક્તિ પ્લેનના એન્જિનમાં ફસાઈ ગયો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. યુરોપના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર આ ઘટના બનવાના કારણે એરપોર્ટ પર ભારે ખળભળાટ મચી ગયો હતો. જેના કારણે ફ્લાઇટને ઉતાવળમાં અટકાવવામાં આવી હતી અને રદ કરવામાં આવી હતી. અંતમાં મુસાફરોને સલામત ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા.

કેવી રીતે બની સમગ્ર ઘટના ?

NETHERLANDS ના એમ્સ્ટર્ડમ એરપોર્ટથી બુધવારે KLM એરલાઇનની ફ્લાઈટ KL1341 ડેનમાર્ક માટે ઉડાન ભરી રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. એક વ્યક્તિ પ્લેનના એન્જિનના ડબ્બામાં પડી ગયો હતો અને બ્લેડથી કપાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના સામે આવ્યા બાદ મુસાફરોને બીજી ફ્લાઇટમાં મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. માણસની લાશને એન્જિનમાંથી બહાર કાઢવામાં આવી હતી અને પ્લેન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આત્મહત્યા કે પછી અકસ્માત ?

હાલમાં પોલીસે કેસ આ બાબત અંગે નોંધીને તપાસ શરૂ કરી છે. કેવી રીતે વ્યક્તિ એન્જિનમાં ફસાઈ ગયો? તેણે આત્મહત્યા કરી છે કે અકસ્માત તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. એરલાઈને પણ પોતાના સ્તરે અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી અને વધુમાં અકસ્માત થયો છે કે આપઘાત થયો છે તે અંગે હજુ સુધી કોઈ ઈનપુટ પ્રાપ્ત થયું નથી. હાલમાં પોલીસ દ્વારા દરેક એંગલથી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : નહીં સુધરે ચીન! કોરોના બાદ વધુ એક ખતરનાક વાયરસ કર્યો તૈયાર

આ પણ વાંચો : AUCTION : લાખો રૂપિયામાં વેચાઈ 10 રૂપિયાની આ નોટો, જાણો શું છે તેમા ખાસ