Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

America: અમેરિકા ભારતીય મૂળના વ્યક્તિ ખતરામાં, વારંવાર થઈ રહી છે હત્યા

06:44 PM Feb 10, 2024 | VIMAL PRAJAPATI

America: અમેરિકામાં અત્યારે ભારતીય મૂળ લોકોની હત્યાઓ થઈ રહી છે. છેલ્લા 1 મહિનામાં છઠ્ઠી હત્યાની ઘટના બની છે. ભારતીય લોકો ત્યાં ખતરાનો અનુભવ કરી રહ્યા છે. અત્યારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટ બહાર ઝઘડામાં ઘાયલ થવાની ભારતીય મૂળના 41 વર્ષીય વ્યક્તિનું મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. અમેરિકા (America) અત્યારે ભારતીયો માટે ખતરારૂપ બની રહ્યું છે. અમેરિકામાં અત્યારે ભારતીય મૂળના લોકો પર હુમલાની ઘટના વધી રહીં છે. જેથી ભારતીય મૂળના લોકો માટે આ ચિંતાનો વિષય છે.

મળતી વિગતો પ્રમાણે પોલીસને 2 ફેબ્રુઆરીના રોજ સવારે 2 વાગે 15મી સ્ટ્રીટ નોર્થવેસ્ટના 1100 બ્લોકમાં શોટો રેસ્ટોરન્ટની બહાર ઘટનાની માહિતી મળી હતી, ત્યારબાદ અધિકારીઓ પહોંચ્યા અને તેમને વિવેક તનેજા (Vivek Tanuja) નામના ભારતીય મૂળનો વ્યક્તિ ફૂટપાથ પરથી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસ તેને તાત્કાલિક સારવાર આપવા માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

અમેરિકાની મીડિયા એજન્સી દ્વારા મળતી વિગતો પ્રમાણે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વિવેક અને કોઈ અજાણ્યા વ્યક્તિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો અને પછી હાથાપાઈ પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આરોપીએ વિવેક તનેજાને જમીન પર પછાડીને માર માર્યો હતો, જેથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ગંભીર રૂપે ઘાયલ થયેલા વિવેક તનેજાનું બુધવારે હોસ્પિટલમાં જ મોત થઈ ગયું હતું. નોંધનીય છે કે, અત્યારે પોલીસ આ બાબતે તપાસ કરીને આરોપીને શોધ હાથ ધરી છે. જો કે, આરોપીના સીસીટીવી ફુટેજ તો મળી અવ્યો છે તેથી પોલીસને પોતાના કાર્યવાહી કરવામાં સરળતા રહેશે. વિવેક તનેજા ‘ડાયનેમો ટેક્નોલોજીસ’ સહ-સંસ્થાપક અને અધ્યક્ષ હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Haldwani: કોણ છે હલ્દ્વાની હિંસાનો માસ્ટર માઇન્ડ? આ વ્યક્તિને શોધી રહી છે પોલીસ