Pakistan National Assembly: પાકિસ્તાનની સંસદમાં બે સદન હોય છે . નીચલા ગૃહને નેશનલ એસેમ્બલી અથવા કૌમી એસેમ્બલી કહેવામાં આવે છે અને ઉપલા ગૃહને સેનેટ કહેવામાં આવે છે. નેશનલ એસેમ્બલી માટેની ચૂંટણીઓ પ્રત્યક્ષ અને આડકતરી રીતે યોજાય છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો હોય છે. જેમાં 266 સીટો માટે ચૂંટણી લોકોનો વોટ દ્વારા કરવામાં આવે છે, જ્યારે નેશનલ એસેમ્બલીની 70 સીટો અનામત રાખવામાં આવે છે, જેમાંથી 60 મહિલાઓ માટે હોય છે જ્યારે 10 ગેરમુસ્લિમો માટે હોય છે. નેશનલ એસેમ્બલી માટે અનામત બેઠકોની ફાળવણી વિજેતા પક્ષોની ક્ષમતા અનુસાર સમાન પ્રમાણમાં છે.
જીતવા માટે 169 સભ્યોની બહુમતી હોવી અનિવાર્ય
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં અત્યારે ચૂંટણીઓ ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન મોટા ભારે ઇમરાનના સમર્થન ઉમેદવારો, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામે છે. જોકે, ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી શકે છે, પરંતુ તેમને ચૂંટણી જીત્યા બાદ કોઈ એક પાર્ટીમાં જોડાવું પડે છે. ત્યાર બાદ વિજેતા પાર્ટીનો નેતા પાકિસ્તાનનો પ્રધાનમંત્રી બને છે. મળતી વિગતો પ્રમાણે પાકિસ્તાનમાં ચૂંટણી જીતવા માટે 169 સભ્યોની બહુમતી હોવી અનિવાર્ય હોય છે. પાકિસ્તાનમાં આ 12મી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે.
પાકિસ્તાનમાં ત્રણ દાયકા સુધી સૈન્યનું શાસન હતું
પાકિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કરતા વધારે ત્યાંની સેનાનું વધારે ચાલતું હોય છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીથી લઈને સરકારી કામકાજ પર પણ પાકિસ્તાની સેનાનું પ્રભુત્વ રહે છે. મળતી વિગતો પ્રમામે પાકિસ્તાનમાં પાકિસ્તાનની સૈન્ય સંસ્થાએ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી દેશ પર સીધું શાસન કર્યું છે. પાકિસ્તાનમાં અત્યારે નેશનલ એસેમ્બલી સાથે પ્રાંતિય વિધાનસભા માટે ચૂંટણી ચાલી રહીં છે. અહીં દરેક મતદાર બે મત આપી શકે છે – એક નેશનલ એસેમ્બલી માટે અને બીજો પ્રાંતીય એસેમ્બલી માટે. નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે.
ક્યા રાજ્યોમાં કેટલી એસેમ્બલી સીટો માટે ચૂંટણી થાય છે?
ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સીટોની સંખ્યા 39 થી વધીને 45 થઈ ગઈ છે. ચૂંટણી પહેલા દેશમાં નવી રીતે ચૂંટણી ક્ષેત્રોની સીમાંકન કરવામાં આવી છે. પાકિસ્તાનના સૌથી મોટા પ્રાત પંજાબમાં નેશલન એસેમ્બલી માટે 141 સીટો છે. મતલબ કે, અહીં અડધાથી પણ વધારે સીટો માટે ચૂંટણી થાય છે. સિંધ એ વસ્તીની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો પ્રાંત છે, તેની પાસે નેશનલ એસેમ્બલી માટે 61 સીટો છે. તો બલૂચિસ્તાનમાં 16 સીટો છે. આ સાથે ઇસ્લામાબાદની વાત કરવામાં આવે તે તે રાજધાની છે, અહીંથી નેશલન એસેમ્બલીમાં ત્રણ સાંસદને ચૂંટીને મોકલવામાં આવે છે.
આ સાથે પાકિસ્તાનની સંસદમાં ઉપરી સદનમાં 100 સીટો હોય છે. જેના માટે સીધી રીતે ચૂંટણી કરવામાં આવે છે. આ સદસ્યોને પ્રાંતિય વિધાનસભાઓ દ્વારા ચૂંટવામાં આવે છે, જેવી રીતે ભારતમાં રાજ્યસભાની ચૂંટણી થાય છે. ઉલ્લેખનીય છે કે, આ સેનેટનો કાર્યકાળ 06 વર્ષનો હોય છે. આ સાથે સાથે દર ત્રણ વર્ષે તેની ચૂંટણી યોજવામાં આવે છે. આ સભ્યો દ્વારા પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવે છે.
પાકિસ્તાન નેશનલ એસેમબ્લીની ચૂંટણી
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના વાત કરવામાં આવે તો ભારતની જેમ મુખ્ય પાવર નીચલા સદન પાસે હોય છે, જેમાં પ્રતિનિધિઓને સામાન્ય લોકો દ્વારા ચૂંટવાામાં આવે છે. કોઈપણ કાયદો બંને ગૃહો દ્વારા પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા પછી બનાવવામાં આવે છે. નેશનલ એસેમબ્લી ચૂંટણી સિવાય પાકિસ્તાનના ચાર પ્રાંતો બલુચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, પંજાબ અને સિંધ વિધાનસભા માટે પણ ચૂંટણી યોજવામાં આવે છે. પાકિસ્તાનની નવી સંસદનું ઉદ્ઘાટન 28 મે 1986ના રોજ થયું હતું. આ ઈસ્લામાબાદના રેડ ઝોનમાં છે. તે અમેરિકન આર્કિટેક્ટ એડવર્ડ ડ્યુરેલ સ્ટોન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. આ પાંચ માળની ઇમારત છે, જેનો વિસ્તાર 598,000 ચોરસ ફૂટ છે.