Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sulawesi Island Landslide: ગેરકાયદેસર સોનાની ખાણ પર ભૂસ્ખલન થતા 100 થી વધુ લોકો ફસાયા, 23 ના મોત

09:45 PM Jul 09, 2024 | Aviraj Bagda

Sulawesi Island Landslide: Indonesia ના Sulawesi Island ટાપુ પર એક ગેરકાયદે Gold Mine માં Landslide ની ઘટના બની છે. તો આ ગેરકાયદેસર Gold Mineમાં 100 થી વધુ લોકો કામ કરી રહ્યા હતાં. ત્યારે આ Landslide ની દુર્ઘટનામાં આશરે 23 લોકોના માતો સામે આવ્યા છે. તે ઉપરાંત પથ્થરો નીચે અનેક લોકો ફસાયા છે. ત્યારે ગુમ થયેલા અને ઘાયલો માટે બચાવ કાર્ય જોરશોરથી શરુ કરવામાં આવ્યું છે.

  • લોકો આ નાની-મોટી ભેખડો નીચે ફસાયા હતાં

  • ચાર વર્ષના છોકરા સહિત અગિયાર મૃતદેહો મળ્યા

  • દૂરના વિસ્તારો હજુ પણ હાલાકીનો સામનો કરે છે

તો 7 જુનની રાત્રે ભારે પવન ફૂકાયો હતો. તેના કારણે હવામાનમાં પલટો આવવાથી Gold Mine પર એક પછી એક માટીની ભેખડો પડવા લાગી હતી. તેના કારણે અનેક લોકો આ નાની-મોટી ભેખડો નીચે ફસાયા હતાં. પરંતુ જેમ-જેમ હવામાનમાં ફેરફાર થતો રહ્યો, તેમ Gold Mine માંથી એક પછી એક મૃતદેહ મળી આવવાના શરુ થયા હતાં. તો આ ખાણમાં મોટાભાગે બોન બોલાંગો ગામના નાગરિકો હતાં.

ચાર વર્ષના છોકરા સહિત અગિયાર મૃતદેહો મળ્યા

જોકે 46 ગ્રામવાસીઓ Landslide માંથી બચી ગયા હતાં. બચાવકર્મીઓએ 18 ઘાયલ સહિત 23 લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ત્રણ મહિલાઓ અને ચાર વર્ષના છોકરા સહિત અગિયાર મૃતદેહો મળી આવ્યા છે. પહાડી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે Landslide થયું હતું. લગભગ 300 ઘરો પ્રભાવિત થયા છે અને 1,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

દૂરના વિસ્તારો હજુ પણ હાલાકીનો સામનો કરે છે

તેમ છતાં હજુ પણ ઘણા લોકો ગુમ છે અને કેટલાક દૂરના વિસ્તારો હજુ પણ હાલાકીનો સામનો કરે છે. તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સ્નિફર ડોગ્સ તૈનાત કરવામાં આવી રહ્યા છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલ વિડીયોમાં બચાવકર્તા કાદવથી ઢંકાયેલ શરીરને બહાર કાઢવા અને તેને દફનાવવા માટે કાળી કોથળીમાં મુકતા બતાવે છે.

આ પણ વાંચો: Teacher Brianna Coppage: શિક્ષિકાએ વધુ પૈસા કમાવવા માટે Pornography નો વ્યવસાય કર્યો શરુ, જુઓ વિડીયો….