+

SINGAPORE: ભારતના એક યુવકને મળી 13 વર્ષની જેલ અને 9 કોરડાની સજા,જાણો સમગ્ર મામલો

SINGAPORE: સિંગાપોર(SINGAPORE)ની અદાલતે ભારતીય મૂળના એક વ્યક્તિને સગીર પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેને 13 વર્ષ અને ચાર અઠવાડિયાની જેલ અને નવ કોરડા મારવાની સજા ફટકારી છે.…

SINGAPORE: સિંગાપોર(SINGAPORE)ની અદાલતે ભારતીય મૂળના એક વ્યક્તિને સગીર પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેને 13 વર્ષ અને ચાર અઠવાડિયાની જેલ અને નવ કોરડા મારવાની સજા ફટકારી છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર રાજ કુમાર બાલા (42)ને પીડિતા સાથે બળાત્કાર અને છેડતીના વિવિધ આરોપો ઉપરાંત ‘ચિલ્ડ્રન એન્ડ યંગ પર્સન્સ એક્ટ’ હેઠળ ભાગેડુઓને આશ્રય આપવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આરોપી બાલા ભારતીય મૂળનો નાગરિક છે, જેની પાસે હવે સિંગાપોરની નાગરિકતા છે અને તે બાર ચલાવે છે. મળતી માહિતી  અનુસાર બચાવ પક્ષના વકીલે  જામીન પર મુક્ત કરવાની વિનંતી કરી હતી.

યુવતી ગર્લ્સ હોમમાંથી ભાગી  હતી

કોર્ટને કહેવામાં આવ્યું કે પીડિતા ફેબ્રુઆરી 2020માં સિંગાપોર ગર્લ્સ હોમમાંથી ભાગી ગઈ હતી અને તે સમયે તેની ઉંમર 17 વર્ષની હતી. તેની જેમ જ ભાગી ગયેલી અન્ય એક યુવતી દ્વારા તેને ડનલોપ સ્ટ્રીટ સ્થિત બાલાના બાર ‘ડોન બાર એન્ડ બિસ્ટ્રો’માં નોકરી વિશે જાણ થઈ. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે જ્યારે પીડિતા ઇન્ટરવ્યુ માટે બાર પર પહોંચી ત્યારે બાલાએ તેને કહ્યું કે તેણે ગ્રાહકોને દારૂ પીરસવા જેવી નોકરીઓ કરવી પડશે. બાલાએ તેને અન્ય છોકરીઓ સાથે બારમાં રહેવાની ઓફર પણ કરી હતી જેઓ નોકરી છોડીને ભાગી ગઈ હતી.

પોલીસે  આરોપીની કરી હતી ધરપકડ

કોર્ટને કહેવામાં આવ્યું કે પીડિતાએ બાલાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બારમાં કામ કરવાનું શરૂ કરી દીધું. દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે બારમાં ભાગેડુ છોકરીઓને આશ્રય આપવામાં આવે છે, જેના પગલે તેઓએ ત્યાં દરોડો પાડ્યો હતો. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે પીડિતા પોલીસ કાર્યવાહીથી બચવા માટે અન્ય કેટલીક છોકરીઓ સાથે સ્થળ પરથી ભાગી ગઈ હતી, પરંતુ તે રસ્તામાં બાલાને મળી હતી. બાલા તેને પોતાના ઘરે લઈ ગયો કે તે ત્યાં સુરક્ષિત રહેશે.

દારૂ પીવો અને પછી…

કોર્ટને કહેવામાં આવ્યું કે ઘરમાં બાલાએ પીડિતા સાથે દારૂ પીધો અને તેની સાથે બળાત્કાર કર્યો. એવો પણ આરોપ છે કે બાલાએ અન્ય છોકરીઓનું પણ યૌન શોષણ કર્યું હતું. ‘ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સ’ના અહેવાલ અનુસાર બાલા પર 22 વધુ આરોપો લાગ્યા છે, જે અન્ય પાંચ છોકરીઓ સાથે સંબંધિત છે. આમાં મુખ્યત્વે જાતીય અપરાધો સંબંધિત કેસોનો સમાવેશ થાય છે, જેની સુનાવણી બાકી છે.

આ પણ  વાંચો  – India – Russia : રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીયો પરત આવશે, પુતિનના નિવાસ્થાને બેઠક…

આ પણ  વાંચો  – Russia Ukraine Conflict : રશિયાએ બાળકોની હોસ્પિટલ પર કર્યો મિસાઈલથી હુમલો, 24ના મોત

આ પણ  વાંચો  PM મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, એરપોર્ટ પર Guard of Honor આપી સન્માન કરાયું

Whatsapp share
facebook twitter