+

Kathmandu Tunnel Collapsed: કાઠમાંડૂમાં ઘોડાપૂરથી સુરંગનું ઘોવાણ થતા મજૂરો પર આવી આફત!

Kathmandu Tunnel Collapsed: ચોમાસાની અસક દેશભરમાં જોવા મળી રહી છે. તો તેની સાથે ભારત દેશની પાડોશમાં આવેલા દેશમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ભારતનો પાડોશી દેશ Nepal…

Kathmandu Tunnel Collapsed: ચોમાસાની અસક દેશભરમાં જોવા મળી રહી છે. તો તેની સાથે ભારત દેશની પાડોશમાં આવેલા દેશમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ભારતનો પાડોશી દેશ Nepal માં મુશળધાર Rainfall વરસી રહ્યો છે. તો તેના કારણે Nepal ની રાજધાની Kathmandu સહિત અનેક ક્ષેત્રોમાં Rainfall ને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અનેક લોકો પ્રભાવિત પણ થયા છે.

  • સુરંગ દટાઈ જતાં બે મજૂરોના ઘટનાસ્થળ પર મોત

  • સુરંગને કારણે 10 મજૂરો ગંભીર રીતે ઘાયલ

  • Kathmandu ની ખીણમાં નદીની અંદર જળભરાવ બેકાબૂ

તો બીજી તરફ Nepal માં એક જળવિદ્યુત યોજનાનું કામ ચાલી રહ્યું હતું. તો ભારે Rainfall ને કારણે જળવિદ્યુત યોજનામાં કામ કરતા કામદારો પર કુદરતી કહેર આવ્યો છે. ત્યારે Kathmandu થી 125 કિમી દૂર સિંધુપાલચૌક જિલ્લામાં નિર્માણ થયેલી Bhotekoshi જળવિદ્યુત યોજનાની સુરંગ દટાઈ જતાં બે મજૂરોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે. હાલમાં, પણ 10 થી વધુ લોકો આ સુરંગને કારણે ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે કામદારોના મૃતદેહને બચાવકર્મી અને વહીટવટીતંત્ર દ્વારા બહાર નીકાળી લેવામાં આવ્યો છે.

સુરંગને કારણે 10 મજૂરો ગંભીર રીતે ઘાયલ

ત્યારે Bhotekoshi ના ગ્રામ્ય વિસ્તારમાં નિર્માણ થઈ રહેલી ઝિરપુ ઈલેક્ટ્રો પાવક કંપનીની જળવિદ્યુત યોજનાની સુરંગ અવિરત ભારે Rainfall ને કારણે દટાઈ ગઈ છે. જેના કારણે મજૂરોને મોતનો ભેટો થયો છે. તો 10 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાને કારણે તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Kathmandu ની ખીણમાં નદીની અંદર જળભરાવ બેકાબૂ

બીજી તરફ પશ્ચિમી Nepal ના ડાંગ જિલ્લામાં રાપ્તી નદીમાં બેકાબૂ પાણીના પ્રવાહને કારણે 18 વર્ષનો એક યુવક લાપતા છે. તે ઉપરાંત Kathmandu ના લગભગ 180 કિમી પૂર્વમાં એક મહિલા પણ લાપતા છે. તો Nepal માં થઈ રહેલા અવિરત Rainfall ને કારણે Kathmandu ની ખીણમાં નદીની અંદર જળભરાવ બેકાબૂ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Fashion History: Ice Age ના સમયમાં હિમમાનવે કપડાની શોધ કરી, સૌ પ્રથમ બનાવી આવી Underwear

Whatsapp share
facebook twitter