Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tajikistan Parliament: Tajikistan માં Hijab અને Burqa સહિત દાઢી રાખવા પર રોક લગાવી

08:56 PM Jun 21, 2024 | Aviraj Bagda

Tajikistan Parliament: ભારત ઉપરાંત અનેક દેશમાં Hijab અને Burqa ને લઈને વિવાદો થતા હોય છે. તે ઉપરાંત અનેક દેશમાં Hijab અને Burqa ઉપર રોક લગાવવામાં આવી છે. તેમાં અનેક દેશ એવા પણ છે, જે Muslim દેશ છે. ત્યારે વધુ એક Muslim દેશની અંદર Hijab અને Burqa પર રોક લગાવવામાં આવી છે. તે ઉપરાંત જો નિયમ ઉલ્લંઘન કરશે, તેને દંડ સાથે સજા ફટકારવામાં આવશે.

  • મહિલાઓ માટે Hijab અને Burqa પર રોક લગાવી

  • 19 જૂનના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો

  • દંડપાત્ર નાગરિકને 61,623 રુપિયા ચૂકવવા પડશે

તો તજિકિસ્તાનની સરકારે હવે મહિલાઓ માટે Hijab અને Burqa પર રોક લગાવી દીધી છે. જોકે આ નિર્ણયને લઈ અન્ય Muslim દેશમાં ભારે વિવાદ શરુ થયો છે. તો આ નિયમ લાગુ થાય તે પહેલા અનેક દેશ અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે Tajikistan એ સોવિયત સંઘથી અલગ થયેલો એક દેશ છે. તો Tajikistan ની સરહદ તાલિબાની શાસિત દેશ અફઘાનિસ્તાન સાથે મળે છે. તો આ દેશ હોવાને કારણે Tajikistan ના નિર્ણય બાદ ભારે ઘમાસાણ થઈ શકે છે.

19 જૂનના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો

તો બીજી તરફ મોટાભાગના Muslim દેશ અને સાઉદી અરેબિયા જેવા કટ્ટર Muslim દેશમાં મહિલાઓ Hijab અને Burqa ચોક્કસ પણ પહેરે છે. ત્યારે Tajikistan ની સાંસદમાં 19 જૂનના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં ઈદ અને બકરાઈદ પર બાળકોને વિદેશી પોશાક પહેરાવવા પર રોક લગાવવમાં આવી હતી. તો Tajikistan ના બંને સાંસદોમાં આ ઠરાવને મંજૂરી આપી હતી.

દંડપાત્ર નાગરિકને 61,623 રુપિયા ચૂકવવા પડશે

આ ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે, Tajikistan માં મહિલાઓનું મોઢું સંતાડતો Burqa એ તાજિક પરંપરા અને સંસ્કૃતિનો ભાગ નથી. એટલા માટે આવા વિદેશી પહેરવેશને Tajikistan માં રોક લગાવવામાં આવી છે. તો Tajikistan ના રાષ્ટ્રપતિ રુસ્તમ ઈમોમાલીની અધ્યક્ષતામાં સાંસદના 18 માં સત્ર દરમિયાન આ કાનૂને લાગુ કરવામાં આવ્યો છે. તો આ નિયમોનું ઉલ્લંઘન પર નાગરિકોએ દંડ ચૂકવવો પડશે. તેના અંતર્ગત દંડપાત્ર નાગરિકને 61,623 રુપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો: Kim Jong Un – Vladimir Putin : કિમે પુતિનને આપી આ ખાસ રિટર્ન ગિફ્ટ, જાણો એવું તો શું છે…