Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Cave city cappadocia: પ્રાચીન પુસ્તકોમાં આવેલું પહોડો અને ગુફાઓથી ઢંકાયેલું શહેર તુર્કીમાં જોવા મળ્યું

09:56 PM Jun 18, 2024 | Aviraj Bagda

Cave city cappadocia: કુદરત રચનાઓથી બનેલા સ્થળો, કે જમનીની અંદર માણસોએ બનાવેલા શહેર અને પહાડોથી ઢંકાયેલા મહોલ્લા હોય. તુર્કીના Cappadocia માં આવીને તમને આવા અનેક સ્થળો નજરે ચડશે. જોકે આ કુદરતી સૌંદર્ય સાથે અનેક રહસ્યો અને ગાથાઓથી પર વિશ્વભરમાં ચર્ચિત છે.

  • Cappadocia માં મંત્રમુગ્ધ કરી નાખે તેવા પહાડો આવેલા છે

  • Cappadocia એક પ્રાચીન ધાર્મિક સ્થળ માનવામાં આવે છે

  • બાઇકિંગ અને હાઇકિંગ દરમિયાન સુંદર નજારોનો આનંદ માણી શકાય

ત્યારે જો તમે ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય સાથે બનેલા કોઈ સ્થળ કે પછી કોઈ શહેરની મુલાકાત કરવામા માગતા હો, ત્યારે તુર્કીમાં આવેલું Cappadocia શહેર તમારી યાદીમાં મોખરે હોવું જોઈએ. તો Cappadocia ની અંદર એવા સ્થળો અનેક આવેલા છે, જે જ્યાં મંત્રમુગ્ધ કરી નાખે તેવા પહાડો આવેલા છે. તે ઉપરાંત અહીંયા એવા પણ સ્થળો આવેલા છે, જે વિશાળ પહાડોની વચ્ચે જગ્યાઓ કરીને બનાવામાં આવેલા છે.

Cappadocia એક પ્રાચીન ધાર્મિક સ્થળ માનવામાં આવે છે

જોકે પ્રાચીન સમયમાં સેંટ્રલ એનાટોલિન ક્ષેત્રમાં જ્વાળામુખીઓ અનેક ફાટ્યા હતાં. તેના કારણે Cappadocia ની જમીન પર જ્વાળામુખીની ફેલાયેલી આગમાંથી ઉત્પન્ન થયેલી રેતીને કારમે આવી વિશાળા અનેક શિલાઓ બની હતી. આશરે આ 130 ફૂટ ઉંચી શિલાઓ માનવામાં આવે છે. તો ઈસાઈઓ માટે Cappadocia એક પ્રાચીન ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. તો Cappadocia ના પહાડી વિસ્તારોમાં 600 વધારે ચર્ચ આવેલા છે.

બાઇકિંગ અને હાઇકિંગ દરમિયાન સુંદર નજારોનો આનંદ માણી શકાય

Cappadocia નું સૌથી મોટું આકર્ષણ અહીં જોવા મળતા હોટ એર બલૂન ટૂર છે. આ અહીંની સૌથી લોકપ્રિય પ્રવૃત્તિ છે. અહીં બાઇકિંગ અને હાઇકિંગ દરમિયાન સુંદર નજારોનો આનંદ માણી શકાય છે. Cappadocia ગોરેમમાં સ્થિત તેના અદ્ભુત ઓપન-એર મ્યુઝિયમ માટે જાણીતું છે. ગોરેમ ઓપન-એર મ્યુઝિયમ એ વિસ્તારના સૌથી વધુ મુલાકાત લેવાયેલ અને લોકપ્રિય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે.

આ પણ વાંચો: Strawberry Moon : 21 જૂને ચંદ્રમાં દેખાશે એકદમ અલગ, 19 થી 20 વર્ષમાં માત્ર એક જ વાર બને છે આ દુર્લભ ઘટના