+

હપ્તાખોરીથી કંટાળેલા લોકોએ પોલીસને દોડાવી દોડાવીનો માર્યો ઢોર માર

ખેડૂતો પાસે પણ પોલીસે હપ્તા ઉઘરાવવાનું શરૂ કર્યું એક ખેડૂતે ઇન્કાર કરતા તેની પોલીસ જવાનોએ હત્યા કર્યાનો આક્ષેપ પોલીસની હપ્તાખોરીથી ગ્રામજનોએ કંટાળી તમામને માર્યો ઢોર માર મુરાદાબાદ : મુરાદાબાદમાં (Muradabad)…
  • ખેડૂતો પાસે પણ પોલીસે હપ્તા ઉઘરાવવાનું શરૂ કર્યું
  • એક ખેડૂતે ઇન્કાર કરતા તેની પોલીસ જવાનોએ હત્યા કર્યાનો આક્ષેપ
  • પોલીસની હપ્તાખોરીથી ગ્રામજનોએ કંટાળી તમામને માર્યો ઢોર માર

મુરાદાબાદ : મુરાદાબાદમાં (Muradabad) ટ્રેક્ટર (Tractor) નીચે કચડાઇને યુવકનું મોત બાદ ભારે હોબાળો થયો હતો. ગુસ્સે ભરાયેલા ગ્રામીણોએ પોલીસ પર હુમલો (Villagers beat the police) કરી દીધો અને દોડાવી દોડાવીને પથ્થર અને ડંડાથી માર્યા. આ ઘટના બાદ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. બે પોલીસ કર્મચારી અનીસ અને નરેન્દ્રની સાથે ત્રણ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Israel એ Lebanon માં જોરદાર હવાઈ હુમલો કર્યો, હિઝબુલ્લાહના કેન્દ્રીય મુખ્યાલય પર સાધ્યું નિશાન

હપ્તો નહી ચુકવી શકતા યુવકને ઢોર માર મારતા નિપજ્યું મોત

મુરાદાબાદના ઠાકુર દ્વારામાં એક યુવકના મોત બાદ પોલીસ અને ગ્રામીણો વચ્ચે બબાલ થઇ હતી. મળતી માહિતી અનુસાર ગ્રામીણોએ પોલીસ પર હુમલો કર્યો અને દોડાવી દોડાવીને પથ્થર અને ડંડા વડે પોલીસ કર્મચારીઓને ધોઇ નાખ્યા હતા. પોલીસ કર્મચારીઓને બંધક બનાવીને વર્દી પણ ફાડી નાખી હતી. પોલીસ પર હુમલાની માહિતી મળતાની સાથે જ હડકંપ મચી ગયો હતો. ભારે પોલીસ દળ પણ તહેનાત કરી દેવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લોકેશ ઉર્ફે મોનુ સૈની (27) ટ્રેક્ટર નીચે કચડાઇને મોત થયું હતું. ગ્રામીણોએ આ ઘટના માટે સ્થાનિક પોલીસને જવાબદાર ઠેરવી હતી.

આ પણ વાંચો : Karnataka High Court એ ભારત માતા કી જયના નારા પર આપ્યો ચોંકાવનરો આદેશ!

હપ્તાખોરીના કારણે એક યુવકની હત્યાનો આક્ષેપ

ગ્રામીણોનો આક્ષેપ છે કે, પોલીસ બિનકાયદેસર હપ્તા વસુલે છે. ટ્રેક્ટર પલટ્યું નથી પરંતુ તેની સાથે મારપીટ થઇ હતી. ટ્રેક્ટર ચાલક ખેતરમાંથી માટી લેવા જઇ રહ્યો હતો. ત્યારે બિનકાયદેસર હપ્તા વસુલી માટે પોલીસ દ્વારા તેને રોકવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થતા તેને પોલીસે દોડાવ્યો હતો. ત્યાર બાદ 1 કિલોમીટર દૂર યુવકનું શબ મળી આવ્યું હતું. આ મામલે ચાર પોલીસ કર્મચારીઓ પર હત્યા તથા ધમકીની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કોન્સ્ટેબલ અનીસ અને નરેશના નામે ફરિયાદ દાખલ થઇ છે.

આ પણ વાંચો : Rain in Gujarat : અંતિમ રાઉન્ડમાં મેઘરાજા વિફર્યા! જાણો આવતીકાલ કેવી રહેશે ?

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

મામલાની ગંભીરતાને જોતા પોલીસ અને તંત્રના અધિકારીઓ દ્વારા પોલીસ દળ તહેનાત કરી દેવાયું છે. એસએસપી સતપાલ અંતિલે તુરંત કાર્યવાહી કરતા બે પોલીસ કર્મચારીઓ ઉપરાંત ત્રણ અજાણ્યા પોલીસ કર્મચારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સાથે જ પુરાવાના આદેશ આપ્યા હતા. હાલ ઘટના સ્થળ પર શાંતિ વ્યવસ્થા છે અને પોલીસ ફોર્સ તહેનાત છે.

આ પણ વાંચો : Delhi માં કારના શોરૂમમાં અંધાધૂંધ ગોળીબાર, ચિઠ્ઠી પર લખેલું હતું – BHAU GANG 2020

પોલીસ કર્મચારીઓએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી

ગુસ્સે ભરાયેલા ગ્રામીણોનું કહેવું છે કે તેઓ ત્યારે જ માનશે જ્યારે પોલીસ કર્મચારીઓ હત્યાનો કેસ દાખલ કરશે. ટોળાના હુમલામાં એક કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો. જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઘટનાને કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થશે. જે પણ દોષીત હશે તેની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Virat Kohli ની બેટિંગ જોવા કિશોર ઉન્નાવથી કાનપુર સાયકલ લઈને પહોંચ્યો, જુઓ વીડિયો

Whatsapp share
facebook twitter