Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Israel Rescue Hostages: હમાસના સકંજામાંથી 4 બંધકોને ઈઝરાયેલની સ્પેશિયલ ફોર્સે બચાવ્યા

07:28 PM Jun 08, 2024 | Aviraj Bagda

Israel Rescue Hostages: Israel ની સેના દ્વારા Gazaના એક ક્ષેત્રેમાંથી અલગ-અલગ જગ્યાઓ પરથી 4 Hostages ને જીવિત બચાવવામાં આવ્યા છે. જોકે 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા Israel પર કરવામાં આવેલા આતંકી હુમલામાં 200 થી વધુ લોકોને હમાસ દ્વારા Gaza ની અંદર જુદા-જુદા સ્થળો પર બંધક બનાવવામાં આવ્યા છે.

  • કુલ 116 લોકોને Gazaમાંથી બચાવી લેવામાં આવ્યા

  • એક વીડિયો પણ Israel દ્વારા જાહેર કરવામાં આવ્યો

  • તેમાં કુલ 39 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા

ત્યારે Israel દ્વારા બચાવવામાં આવેલા 4 લોકો પૈકી 3 પુરુષ અને 1 મહિલા છે. હાલમાં તેઓને મેડિકલ સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે આ Hostages ની ઓળખ 25 વર્ષની નોઆ અર્ગામની, 21 વર્ષના અલ્મોગ મીર જાન, 27 વર્ષીના એન્ડ્રી કોજલોવ અને 40 વર્ષના શ્લોમીની ઓળખ થઈ છે. જોકે અત્યાર સુધી Israel ની સેના દ્વારા કુલ 116 લોકોને Gaza માંથી બચાવી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત 40 જેટલા Hostages ની મોત પણ થઈ ગઈ છે.

એક વીડિયો પણ Israel દ્વારા જાહેર કરવામાં આવ્યો

તો Israel ની સેના દ્વારા Gaza માં આવેલા નુસેરત શહની અંદર વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યું હતું. તે દરમિયાન આ 4 Hostages ને શોધી પાડવામાં આવ્યા હતા. તો આ 4 Hostages ને Israel માંથી સુપરનોવા મ્યૂજિક ફેસ્ટિવલના સમયે બંધક બનાવવામાં આવ્યા હતા. તો આ ઘટનાનો એક વીડિયો પણ Israel દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

તેમાં કુલ 39 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા

જોકે તાજેતરમાં Israel ની સેના દ્વારા ગાઝમાં આવેલી શાળ પર હુમલો કર્યો હતો. તેમાં કુલ 39 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. તે ઉપરાંત આ ઘટનામાં સૌથી વધારે બાળકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે આ હુમલાને લઈ Israel દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તે ઉપરાંત Gaza માંથી લોકો ફરાહમાં રહી રહ્યા છે.

આ પણ વાંચો: ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ડેન્માર્કના PM પર થયો જીવલેણ હુમલો