+

Japan Airlines: જાપાનની Airlines માં આકાશમાં અચાનક બારીમાં તિરાડો પડી

Japan Airlines: Alaska Airlines બાદ વિશ્વની વધુ એક Airlines માં અકસ્માત સર્જાયો છે. જાપાનમાં હજારો ફૂટની ઉંચાઈએ ઉડતા પેસેન્જર પ્લેનની કોકપીટની બારીમાં તિરાડ દેખાતા યાત્રિયોમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો. ઉતાવળમાં…

Japan Airlines: Alaska Airlines બાદ વિશ્વની વધુ એક Airlines માં અકસ્માત સર્જાયો છે. જાપાનમાં હજારો ફૂટની ઉંચાઈએ ઉડતા પેસેન્જર પ્લેનની કોકપીટની બારીમાં તિરાડ દેખાતા યાત્રિયોમાં ગભરાહટનો માહોલ સર્જાયો હતો.
ઉતાવળમાં દેશની સૌથી મોટી એરલાઇન all nippon airways ના પ્લેનને એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. એક રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી થઈ હતી.

મુસાફરોની યાદી

એક અહેવાલ મુજબ, ફ્લાઈટ 1182 સપ્પોરોથી તોયામા જઈ રહી હતી ત્યારે કોકપિટની બારીમાં તિરાડ જોવા મળી હતી. આ કારણે બોઇંગ 737 તેના એરપોર્ટ પર પરત ફર્યું હતું. રિપોર્ટ અનુસાર, ક્રૂ સિવાય પ્લેનમાં કુલ 65 મુસાફરો સવાર હતા.
જો કે સદનસીબ કોઈને ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે. એરલાઈને ફસાયેલા મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઈટ્સની પણ વ્યવસ્થા કરી હતી.

Japan Airlines

Japan Airlines

વિમાનનો દરવાજો તૂટી ગયો હતો

હાલમાં, અમેરિકામાં હવામાં ઉડતા પ્લેનનો દરવાજો અચાનક તૂટી ગયો હતો. જેના કારણે પ્લેનમાં સવાર 171 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરના શ્વાસ અટવાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઘટના બાદ અલાસ્કા એરલાઈન્સે Boeing 737 MAX Flights કેન્સલ કરી છે.

ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે

વાસ્તવમાં, આ ઘટના 6 જાન્યુઆરીએ બની હતી, જ્યારે Alaska Airlines ના Boeing 737 MAX Aircraft નો દરવાજો ટેકઓફની થોડી જ મિનિટોમાં તૂટીને હવામાં પડી ગયો હતો. આ ઘટનાથી સર્વત્ર સનસનાટી ફેલાઈ ગઈ હતી. જે બાદ સતત તપાસ ચાલી રહી છે. જો કે બોઈંગ 737 મેક્સ Aircraft ની ફ્લાઈટ પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચો: China-Taiwan: ચીનના કટ્ટર વિરોધીએ ચીનને માત આપી, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ચીનની હાર

Whatsapp share
facebook twitter