Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જાણો… વિશ્વના સૌથી ઠંડા શહેરમાં શિયાળાની દરમિયાન સ્થિતિ કેવી હોય છે

12:04 AM Dec 21, 2023 | Aviraj Bagda

કડકડતી ઠંડી દિવસ દરમિયાન પણ લોકોને પરેશાન કરી રહી

ડિસેમ્બરનો અડધો મહિનો વીતી ગયા બાદ કડકડતી ઠંડીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. માત્ર રાત્રે જ નહીં, હવે કડકડતી ઠંડી દિવસ દરમિયાન પણ લોકોને પરેશાન કરી રહી છે. દિવસના સમયે મોટાભાગે તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે ત્યારે આ સ્થિતિ છે. હવે ફક્ત વિશ્વના સૌથી ઠંડા શહેર વિશે વિચારો, જ્યાં શિયાળામાં હવામાન સામાન્ય રીતે માઈનસ 40 ડિગ્રીની આસપાસ રહે છે.

રશિયાની રાજધાની મોસ્કોથી આ શહેરનું અંતર લગભગ 5 હજાર કિમી છે

વિશ્વના આ સૌથી ઠંડા શહેરનું નામ યાકુત્સ્ક છે. રશિયાની રાજધાની મોસ્કોથી આ શહેરનું અંતર લગભગ 5 હજાર કિમી છે. આ શહેર આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે અને અહીં સૂર્ય ભાગ્યે જ દેખાતો હોય છે. શિયાળામાં સતત હિમવર્ષાને કારણે આ શહેરનું તાપમાન સામાન્ય રીતે 40 ડિગ્રીની આસપાસ રહે છે.

શિયાળામાં યાકુત્સ્કમાં હૃદય હુમલાનું પ્રમાણ વધું

શિયાળામાં યાકુત્સ્કમાં જીવન જીવવુંએ સંઘર્ષથી ભરેલું હોય છે. હિમવર્ષાના કારણે ત્યાંના રસ્તાઓ હંમેશા બરફથી ઢંકાયેલા રહે છે. ઠંડા પવનો અને ધુમ્મસભર્યા વાતાવરણને કારણે લોકો એક ક્ષણ માટે પણ બહાર જઈ શકતા નથી. શિયાળાના દિવસોમાં અહીંનું હવામાન ક્યારેક માઈનસ 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવા હવામાનમાં જો કોઈ વ્યક્તિ યોગ્ય ગરમ કપડા વગર ઘરની બહાર નીકળે તો તેનું લોહી જામી શકે છે અને હૃદય હુમલાથી મૃત્યુ નિશ્ચિત થઈ શકે છે.

વિશ્વના આ સૌથી ઠંડા શહેરના લોકો માટે શિયાળો ઘણા મોટા પડકારો ઉભો કરે છે. સતત હિમવર્ષાના કારણે ત્યાં કોઈ ખેતી કે શાકભાજી ઉપલબ્ધ નથી. માંસના નામે પણ ફ્રોઝન માછલી જ મળે છે. આવી સ્થિતિમાં, ઠંડીના મહિનાઓમાં ટકી રહેવા માટે, તેઓ શિયાળાની શરૂઆત સાથે ખોરાક એકત્રિત કરવાનું શરૂ કરે છે.

 

આ પણ વાંચો: નવા અમીર શેખ મેશાલને PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહી આ વાત