+

India Vs Australia 1st ODI : ઓસ્ટ્રેલિયા સામે ભારતની આજથી અગ્નિ પરીક્ષા, જાણો કયા રમાશે મેચ

વર્લ્ડ કપ 2023 પહેલા દરેક ટીમની ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ODI સિરીઝ વર્લ્ડ કપની તૈયારીના ભાગરુપે જ રાખવામાં આવી છે, જે 3 મેચની સિરીઝ આજથી…

વર્લ્ડ કપ 2023 પહેલા દરેક ટીમની ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ODI સિરીઝ વર્લ્ડ કપની તૈયારીના ભાગરુપે જ રાખવામાં આવી છે, જે 3 મેચની સિરીઝ આજથી શરુ થશે. આજે પહેલી મેચ મોહાલીમાં રમાશે. ભારત એશિયા કપ જીતીને આવ્યું હોવાથી વધુ આત્મવિશ્વાસ ધરાવે છે જ્યારે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે હાર્યા પછી જીતના ટ્રેક પર પાછા વળવાનું વિચારશે અને વર્લ્ડ કપમાં એક ફ્રેશ માઈન્ડ સેટ સાથે ઉતરશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં પણ બંને દેશોની પ્રથમ મેચ એકબીજા સામે જ છે.

ટીમ ઈન્ડિયાએ ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર મેક્સવેલ ઈજાના કારણે રમવાના નથી. કેએલ રાહુલ ઈન્ડિયન ટીમનું સુકાન સંભાળશે. એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 10 વિકેટની જીતમાં ઇનિંગ્સની શરૂઆત કરનાર શુભમન ગિલ અને ઇશાન કિશન ઇનિંગ્સની શરૂઆત ચાલુ રાખશે.

 

અશ્વિન-જાડેજા 6 વર્ષ પછી સાથે રમશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં જ્યાં શ્રેયસ અય્યર ઈજા બાદ વાપસી કરવા જઈ રહ્યો છે. અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન પણ 20 મહિના પછી વનડેમાં ડેબ્યૂ કરશે. અશ્વિનને તેના સ્પિન પાર્ટનર રવિન્દ્ર જાડેજાનો પણ સહયોગ મળશે. આ બંને દિગ્ગજ 6 વર્ષ પછી સાથે વનડે રમશે. બંને છેલ્લે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સાથે જોવા મળ્યા હતા.

ટીમને પ્રથમ વનડેમાં મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલને રમવા નહીં મળે. બંને અનફિટ છે. જો કે, તેઓ ચોક્કસપણે ટીમ સાથે ભારત આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમની સૌથી મોટી ખાસિયત ટીમમાં વિસ્ફોટક ઓલરાઉન્ડરોની હાજરી છે. મિશેલ માર્શ, કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઈનિસ અને શોન એબોટ જ્યારે જરૂર પડે ત્યારે ઘાતક બોલિંગ અને તોફાની બેટિંગ આપી શકે છે. તેમને કોઈપણ ક્રમમાં રમાડી શકાય છે.

 

બંને દેશની સંભવિત પ્લેઈંગ 11?

ભારત: ઈશાન કિશન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ/શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ.

 

ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (wk), કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઈનીસ, પેટ કમિન્સ (c), સ્પેન્સર જોહ્ન્સન/તનવીર સંઘા, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

 

ક્યા જોઈ શકશો આ મેચ?

સ્પોર્ટ્સ 18 ચેનલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે જ સમયે, ડીડી ફ્રી ડીશનો ઉપયોગ કરતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર મેચ મફતમાં જોઈ શકશે.

 

આ  પણ  વાંચો –વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર

 

 

Whatsapp share
facebook twitter