Ahmedabad : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા એક પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રિય બજેટ-2024-25 સંદર્ભે માન. કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીએ (Hardeep Singh Puri) આજરોજ પત્રકાર પરિષદને અમદાવાદ ખાતે સંબોધન કર્યું હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘આજે મારું સૌભાગ્ય છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની (PM Narendra Modi) સરકારનું 11 બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું (FM Nirmala Sitharaman) 7 મું બજેટ રજૂ થયું છે તે સંદર્ભે આપ સૌની વચ્ચે આવીને ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. આદરણીય મોદી સાહેબે જ્યારે વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યું ત્યારે ભારત દેશની અર્થવ્યવસ્થા 10 અથવા 11 માં નંબર પર હતી ત્યારે કહેવાતું હતું ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી. આજે, દેશ વિશ્વની 5 માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે. આજે આપણી અર્થવ્યવસ્થાએ GDP ક્ષેત્રમાં 4 ટ્રિલિયન ડોલરની નજીક છે. હમણાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા 2027 સુધી ત્રીજા સ્થાન પર પહોંચી જશે.’
કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરી
હરદીપસિંહ પૂરીએ (Hardeep Singh Puri) વધુમાં જણાવ્યું કે, બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે સૌને કોઈ ના કોઈ અપેક્ષાઓ હોય છે, ત્યારે લોકો અનુમાનો કરે છે પરંતુ બજેટ અંતિમ વિશ્લેષણ છે. હું ચોક્કસ કહીશ કે મોદી સરકારનાં આ 11 બજેટ સુવ્યવસ્થિત સર્વસમાવેશી રજૂ ન થયા હોત તો આજે અર્થવ્યવસ્થા (India’s Economy) 5 માં સ્થાને અને આજે ત્રીજા સ્થાન પર પહોંચવા જઈ રહી છે તે સંભવ બનવું મુશ્કેલ હતું. હું માનું છું કે આ ભૌતિક એકત્રીકરણ વાળું બજેટ એ ખાસ છે કારણ કે, જે રીતે ભારતે મહામારીનો સામનો કર્યો છે પ્રશંસનીય છે કારણ કે હજુ ઘણા દેશો છે જે બહાર નથી નીકળી શક્યા. મોદી સરકારે 220 કરોડથી વધારે વેક્સિનના ડોઝ બનાવ્યા અને મફતમાં દરેક દેશવાસીઓને આપ્યા છે.
પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશભાઈ દવે
હરદીપસિંહ પૂરીએ (Hardeep Singh Puri) આગળ જણાવ્યુ કે, આજે ભારતનું GDP પણ આગળ વધી રહ્યું છે, વિશ્વભરમાં રેંકિંગ પણ વધી રહી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આવનાર સમય ભારતનો સુવર્ણ સમય હશે. ભારતમાં વિશ્વની તુલનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ સૌથી ઓછા થયા છે. ઉપલબ્ધતા અને સુલભતા બંને સ્થિરતા ત્રણેય મહત્ત્વના છે. વિપક્ષ કઈક અલગ જ વાતો કરે છે કે તમે માત્ર બે રાજ્યોને જ લાભ આપ્યા છે. કોઈક એમને પૂછો કે “રાજ્ય પુનર્ગઠન અધિનિયમ” વખતે કોની સરકાર દિલ્હીમાં હતી. રજૂ થયેલ બજેટ એ “ફર્સ્ટ ક્લાસ” બજેટ છે. મોદી સરકારે (Modi Government) દેશનાં તમામ નાગરિકો માટેની સુવ્યવસ્થિત યોજનાઓ બનાવી છે અને પ્રજા સુધી પહોંચે છે. જેમ કે, હમણાં જ મહિલાઓને લોકસભા (Lok Sabha) તેમ જ વિધાનસભામાં 33% આરક્ષિત કરવામાં આવી છે. માત્ર શહેરી વિકાસ જ નહીં મોદી સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પણ 2.66 લાખ કરોડ તેમ જ મુદ્રા લોનમાં વધારો કરી 10 લાખની જગ્યાએ 20 લાખ કરવામાં આવી આવી ઘણી બધી યોજનાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ઘણી નવી યોજનાઓ પણ પ્રજા સુધી પહોંચાડવા માટે ભાજપની સરકાર કટિબદ્ધ છે આ પ્રેસવાર્તામાં રાજ્ય સરકારનાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશ મુખ્ય પ્રવકતા યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝૂબિનભાઈ આશરા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો – Gujarat High Court : કાયદામંત્રી ઋષિકેશ પટેલે અને CJ સુનિતા અગ્રવાલે નવી વેબસાઇટ-એપનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો – VADODARA : વડસરમાંથી વધુ 7 લોકોનું રેસ્ક્યૂ કરતું NDRF
આ પણ વાંચો – CM Bhupendra Patel-વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ધ્યેય મંત્ર