+

હરારેમાં પણ લહેરાયો ભારતીય તિરંગો, ટીમ ઈન્ડિયાએ મનાવ્યો આઝાદીનો જશ્ન

15 ઓગસ્ટ એ ભારતની આઝાદીનો દિવસ છે. જે દિવસે ભારતે પ્રથમ વખત મુક્ત હવાનો શ્વાસ લીધો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આખો દેશ તેને તહેવારની જેમ ઉજવી રહ્યો છે. ભારતમાં અને ભારતની બહાર જ્યાં પણ ભારતીયો હાજર છે, તેઓએ તિરંગા સાથે દેશની આઝાદીના આ ભવ્ય 75 વર્ષની ઉજવણી કરી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ  કેવી રીતે પાછળ રહી શકે? ઝિમ્બાબ્વેમાં હાજર ટીમ ઈન્ડિયા એ પણ તિરંગો લàª

15 ઓગસ્ટ એ ભારતની આઝાદીનો દિવસ છે. જે દિવસે ભારતે પ્રથમ વખત મુક્ત હવાનો શ્વાસ લીધો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આખો દેશ તેને તહેવારની જેમ ઉજવી રહ્યો છે. ભારતમાં અને ભારતની બહાર જ્યાં પણ ભારતીયો હાજર છે, તેઓએ તિરંગા સાથે દેશની આઝાદીના આ ભવ્ય 75 વર્ષની ઉજવણી કરી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ  કેવી રીતે પાછળ રહી શકે? ઝિમ્બાબ્વેમાં હાજર ટીમ ઈન્ડિયા એ પણ તિરંગો લહેરાવીને આઝાદીની આ ઉજવણીમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.

ભારતીય ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. જો કે વર્તમાન ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત જેવા મોટા નામ નથી, પરંતુ કેએલ રાહુલ, શિખર ધવન જેવા દિગ્ગજ આ ટીમનો ભાગ છે. ટીમ ઈન્ડિયા 18 ઓગસ્ટથી જ મેદાનમાં પોતાની શાન બતાવી શકશે. આવી સ્થિતિમાં, તે પહેલા ટીમે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. હરારેમાં ભારતીય ટીમે તેમની હોટલની બહાર ત્રિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રગીત સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો




ટીમ ઈન્ડિયાના ઘણા વરિષ્ઠ અને પૂર્વ ખેલાડીઓએ પણ પોતાની આગવી શૈલીમાં આઝાદીની ઉજવણી કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તિરંગો ફરકાવ્યો અને પોતપોતાની રીતે શુભકામનાઓ આપી હતી. ચાહકોએ પણ તેમને તેમની પોષ્ટ પર કોમેન્ટ કરીને સ્વાતંત્ર પર્વની ખુશીઓની શુભેચ્છાઓ પાઠવી હતી. જેની સંખ્યા પણ ખૂબ જ મોટી રહી હતી.



Whatsapp share
facebook twitter