Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કીવમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી

11:58 AM May 07, 2023 | Vipul Pandya

યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણમાં છેલ્લા 9 દિવસથી બંને દેશ વચ્ચે જંગ છેડાયેલો છે અને તેમાં તાજેતરમાં જ ખારકીવમાં એક  ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું અને ત્યારે જ શુક્રવારે સમાચાર આવ્યા છે કે યુક્રેનની રાજધાની કીવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે. 

કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે આપી જાણકારી 

કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે મહત્વપુર્ણ સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેમને આજે જાણ થઇ છે કે કીવથી આવી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે અને તેને અધવચ્ચે જ સારવાર માટે કીવ લઇ જવામાં આવ્યો છે. તેઓ ઓછામાં ઓછા નુકશાન સાથે વધુમાં વધુ વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે વી.કે સિંહ અત્યારે પોલેન્ડમાં છે અને ત્યાંથી યુક્રેનમાંથી આવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. 


વધુ 4 વિમાનો વિદ્યાર્થીઓને લઇને રવાના થશે
તેમણે વધુમાં કહ્યું કે રેસજોમાંથી વધુ 4 વિમાન ભારત માટે રવાના થશે. તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે 800થી 900 વિદ્યાર્થીઓને ભારત મોકલી શકાય, કારણ કે  તેમના રહેવા માટે ખાસ જગ્યા ઉપલબ્ધ નથી. તેમના માટે અસ્થાયી રુપે એક વ્યવસ્થા કરાઇ છે પણ ત્યાં બહું આરામાદાયક સ્થિતી નથી. વી.કે સિંહે ઉમેર્યું કે તેમણે વીતેલા ત્રણ દિવસમાં ભારત માં 7 વિમાન મોકલ્યા હતા જેમાં દરેક વિમાનમાં અંદાજે 200 વિદ્યાર્થીઓ હતા. કેટલાક વિદ્યાર્થીઓ વોરશોમાં રોકાયા છે કારણ કે તેમના મિત્રો અને સગાં અહી જ છે. તમામ લોકો પોલેન્ડમાં સુરક્ષીત છે. 
સુરક્ષિત કોરિડોરથી સામાન્ય લોકો દેશની બહાર જઇ શકે
યુક્રેન પરના રશિયાના હુમલામાં અનેક લોકોના મોત થયા છે અને એક અહેવાલ મુજબ 10 લાખથી વધુ લોકો બેઘર બની ગયા છે. દરમિયાન  યુક્રેનમાંથી સામાન્ય લોકોને બહાર જવા દેવા માટે અને મેડિકલ સેવા પહોંચાડવા માટે યુક્રેન અને રશિયા વચ્ચે સુરક્ષિત કોરીડોર બનાવવા પર સહમતિ બની ગઇ છે. આ કોરિડોર દ્વારા યુક્રેનના સામાન્ય લોકો દેશ છોડી શકે છે અને તેમાં બંને દેશો વચ્ચે કોરિડોર પર સીઝ ફાયર પર સહમતી બની છે.