Indian Army Recruitment: દેશમાં ફરી એકવાર ભારતીય સેનામાં અગ્નિપથ સ્કીમ હેઠળ સૈનિકોની ભરતી કરવામાં આવશે. આ વખતે આશરે 25,000 જેટલા સૈનિકોની ભરતી કરવામાં આવશે.
ત્યારે આ વખતે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયામાં ફેરફારો કરવામાં આવ્યા છે. સૈન્ય ભરતીની વેબસાઇટ https://joinindianarmy.nic.in પર જાહેર કરાયેલ સૂચના અનુસાર, સામાન્ય પ્રવેશ પરીક્ષા 2024-25 માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય પ્રવેશ પરીક્ષા માટે નોંધણી 13 ફેબ્રુઆરી 2024 ના રોજ શરું થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 21મી માર્ચ છે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે સાવચેતી રાખવી પડશે. કારણ કે એક વખત વિગતો સબમિટ થયા બાદ તેને બદલી શકાશે નહીં.
ભારતીય સેનાએ એપ્રિલ 2023 માં અગ્નિવીર અને JCO સહિત અન્ય પદો પર ભરતી માટે પ્રથમ વખત Common Entrance Test યોજી હતી. Army Common Entrance Test ઓનલાઈન મોડમાં લેવામાં આવે છે. પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવશે. આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ શારીરિક અને તબીબી પરીક્ષણો પાસ કરવાના રહેશે.ભારતીય સેનામાં અગ્નિવીરની પોસ્ટ પર ભરતી માટે, 550 રૂપિયા + GST ની અરજી ફી ચૂકવવી પડશે.
શૈક્ષણિક લાયકાત
Indian Army Recruitment
Army માં અગ્નિવીર જનરલ ડ્યુટીની પોસ્ટ માટે ઓછામાં ઓછા 45 ટકા માર્ક્સ સાથે 10 મું પાસ હોવું જરૂરી છે. જ્યારે અગ્નિવીર ટેકનિકલ પોસ્ટ માટે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 12 મું (ભૌતિક, રસાયણશાસ્ત્ર અને ગણિત અને અંગ્રેજી) પાસ કરેલ હોવું જોઈએ. જ્યારે અગ્નિવીર સ્ટોરકીપર/ક્લાર્કની જગ્યાઓ માટે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12 મું પાસ કરેલ હોવું જોઈએ. અંગ્રેજી અને ગણિત/એકાઉન્ટ/બુક કીપિંગમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ જરૂરી છે. આ સિવાય ટ્રેડસમેનની જગ્યાઓ માટે 10/8 પાસ હોવો જોઈએ.
વય મર્યાદા
ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે ઉંમર 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે પસંદગી પ્રક્રિયાના ચાર તબક્કા છે-
- લેખિત પરીક્ષા
- શારીરિક ફિટનેસ ટેસ્ટ
- ભૌતિક પરિમાણો
- તબીબી પરીક્ષણ
અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફાર
આ વખતે Indian Army માં ક્લાર્કની પોસ્ટ માટે પણ ટાઇપિંગ ટેસ્ટ હશે. જોકે, સેનાએ હજુ સુધી Typing Speed વિશે માહિતી આપી નથી. આ અંગેની માહિતી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. અત્યાર સુધી Army માં Officer Rank ની ભરતી માટે Psychomatrix Test થતો હતો. પરંતુ પ્રથમ વખત સૈનિકોની ભરતીમાં પણ તેનો અમલ કરવામાં આવશે.
આ પણ વાંચો: Tejashwi Yadav and MLAs: બિહારમાં RJD પાર્ટીના ધારાસભ્યો પહેલા ગાયબ અને હવે, નજરકેદ કરાયા