- વાયુસેનાએ હવાઈ કવાયતમાં 51 દેશો લેશે ભાગ
- એરફોર્સના ડેપ્યુટી ચીફએ આપી માહિતી
- રશિયા સહિત 51 દેશોને આમંત્રણ આપ્યું
Indian Air Force : વાયુસેનાએ હવાઈ (Indian Air Forc)કવાયતમાં ભાગ લેવા માટે 51 દેશોને આમંત્રણ આપ્યું હતું. એરફોર્સના ડેપ્યુટી ચીફ એર માર્શલ એપી સિંહે કહ્યું કે અમે રશિયા સહિત 51 દેશોને આમંત્રણ આપ્યું છે. પરંતુ ઘણા દેશો પોતાના આંતરિક સંઘર્ષને કારણે તેમાં ભાગ લઈ રહ્યા નથી.
ભારત સહિત 10 દેશોની વાયુસેના એકસાથે આકાશમાં પોતાની તાકાત બતાવશે
ભારતીય વાયુસેના પહેલીવાર આવી હવાઈ કવાયત કરવા જઈ રહી છે, જેમાં ભારત સહિત 10 દેશોની વાયુસેના એકસાથે આકાશમાં પોતાની તાકાત બતાવશે. સેનાના બહાદુર જવાનો ફાઈટર પ્લેન વડે પોતાના દેશની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેના રાજસ્થાનના સુલુરમાં 6 ઓગસ્ટથી તરંગ શક્તિ 24 એર કવાયતનું આયોજન કરશે. બે તબક્કામાં યોજાનારી આ હવાઈ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ફ્રાન્સ સહિત અનેક દેશોની વાયુસેના ભાગ લેશે.
એરફોર્સના ડેપ્યુટી ચીફ એર માર્શલ એપી સિંહે આપી માહિતી
અત્યાર સુધીમાં તમે જમીન પર બે દેશોની સેનાઓ વચ્ચેની કવાયત વિશે સાંભળ્યું જ હશે. જેમાં બંને દેશોની સેનાઓ સાથે મળીને યુદ્ધનો અભ્યાસ કરે છે. આ દ્વારા બંને દેશો તેમની સુરક્ષા અને સૈન્ય તકનીકો એકબીજાની વચ્ચે શેર કરે છે. પરંતુ આપણા દેશમાં પહેલીવાર આકાશમાં આવી યુદ્ધ કવાયત થવા જઈ રહી છે. ભારતીય વાયુસેનાના તરંગ શક્તિ હવાઈ કવાયતની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વાયુસેનાએ હવાઈ કવાયતમાં ભાગ લેવા માટે 51 દેશોને આમંત્રણ આપ્યું હતું. એરફોર્સના ડેપ્યુટી ચીફ એર માર્શલ એપી સિંહે કહ્યું કે અમે રશિયા સહિત 51 દેશોને આમંત્રણ આપ્યું છે. પરંતુ ઘણા દેશો પોતાના આંતરિક સંઘર્ષને કારણે તેમાં ભાગ લઈ રહ્યા નથી.
6 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન યોજાશે
ગ્રુપ કેપ્ટન આશિષ ડોગરાએ જણાવ્યું હતું કે હવાઈ કવાયત બે તબક્કામાં કરવામાં આવશે. પહેલો તબક્કો સુલુરમાં 6 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જ્યારે બીજો તબક્કો જોધપુરમાં 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી યોજાશે. 10 દેશોની વાયુસેનાએ તેમના ફાઈટર એરક્રાફ્ટ સાથે આમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. ઓસ્ટ્રેલિયા તેમાં એફ-18, બાંગ્લાદેશ સી-130, ફ્રાન્સ રાફેલ, જર્મની, સ્પેન અને યુકેના ટાયફૂન ફાઇટર એરક્રાફ્ટ, ગ્રીસ એફ-16 અને યુએસએ એ-10, એફ-16, એફઆરએ સાથે ભાગ લેશે. ભારતીય વાયુસેના રાફેલ, સુખોઈ, મિરાજ, જગુઆર, તેજસ, મિગ-29, પ્રચંડ અને રુદ્ર કોમ્બેટ હેલિકોપ્ટર, ALH ધ્રુવ, C-130, IL-78 અને AWACS સાથે પણ તેની હવાઈ શક્તિનું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે આ કવાયતમાં ફ્રાન્સ, જર્મની અને સ્પેનના વાયુસેનાના વડાઓ પણ ભાગ લેશે.
આ પણ વાંચો –આ ફેમસ લોટ બનાવતી કંપની ગ્રાહકોને લોટ નહીં, પથ્થરનો ચૂરો ખવડાવે છે!
આ પણ વાંચો –Wayanad landslides : ગૃહમંત્રી થયા ગુસ્સે, કહ્યું- 7 દિવસ પહેલા આપવામાં આવી હતી ચેતવણી છતાં…
આ પણ વાંચો –પૂજા ખેડકરને મોટો ફટકો, ભવિષ્યમાં નહીં બની શકે IAS-IPS, UPSC ની મોટી કાર્યવાહી