+

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે T20 સીરીઝની અંતિમ મેચ, કોહલી અને પંતને આપાયો આરામ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ આજે રવિવારે કોલકાતામાં રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં  2-0 પોતાનો કબ્જો જમાવ્યો છે. વનડે બાદ ભારતની નજર T20 સિરીઝ 3-0થી જીતવા પર હશે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની પ્રથમ મેચ જીતવા મેદાને ઉતારશે આ મેચમાં બંને ટીમો ઘણા ફેરફારો સાથે ઉતરી શકે છે. ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ઋતુરાજ ગાયકવાડ અને અવેશ ખાનનો સમાવેશ કરી શકે છે.કોહલી à
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ આજે રવિવારે કોલકાતામાં રમાશે. ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં  2-0 પોતાનો કબ્જો જમાવ્યો છે. વનડે બાદ ભારતની નજર T20 સિરીઝ 3-0થી જીતવા પર હશે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની પ્રથમ મેચ જીતવા મેદાને ઉતારશે આ મેચમાં બંને ટીમો ઘણા ફેરફારો સાથે ઉતરી શકે છે. ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ઋતુરાજ ગાયકવાડ અને અવેશ ખાનનો સમાવેશ કરી શકે છે.કોહલી અને પંતને અંતિમ T20માં આરામ આપવામાં આવ્યો છે. 
ઋતુરાજ વિસફોટક બેટ્સમેન 
ઋતુરાજે શ્રીલંકા સામેની બે ટી20 મેચમાં 21 અને 14 રન બનાવ્યા હતા. ત્યારબાદ આઈપીએલના બીજા તબક્કામાં વિસફોટક રીતે મેદાન પાર ઉતાર્યો હતો ઋતુરાજે આખી સિઝનમાં 16 મેચ રમી અને સૌથી વધુ 635 રન બનાવ્યા. આ દરમિયાન તેની એવરેજ 45.35 હતી. વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજે પાંચ મેચમાં 150.75ની એવરેજથી 603 રન બનાવ્યા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
રોહિત શર્મા, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અવેશ ખાન

વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
 નિકોલસ પૂરન (wk), કિરોન પોલાર્ડ (c), બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, ઓડિયન સ્મિથ, અકેલ હોસીન, રોમારિયો શેફર્ડ, શેલ્ડન કોટ્રેલ, ફેબિયન એલન, શાઈ હોપ, ડેરેન બ્રાવો, ડોમિનિક ડ્રેક્સ, હેડન વોલ્શ
Whatsapp share
facebook twitter