+

VADODARA : MSU માં પરીક્ષા ટાણે વિજળી ગુલ થતા કપરી કસોટી

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU – VADODARA) માં આવેલી લો ફેકલ્ટીમાં (LAW FACULTY) હાલ પરીક્ષા ચાલી રહી છે. તેવામાં આજે સવારે પરીક્ષા ટાણે (EXAM TIME) વિજળી ગુલ…

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU – VADODARA) માં આવેલી લો ફેકલ્ટીમાં (LAW FACULTY) હાલ પરીક્ષા ચાલી રહી છે. તેવામાં આજે સવારે પરીક્ષા ટાણે (EXAM TIME) વિજળી ગુલ થતા વિદ્યાર્થીઓએ કપરી કસોટી આપવી પડી હોવાનો અનુભવ કર્યો છે. હાલ શહેરમાં ગરમીનો પારો દિવસેને દિવસે (HOT SUMMER) ઉંચો જઇ રહ્યો છે, તેવામાં આજે વિજળી ગુલ થતા વિદ્યાર્થીઓએ મુશ્કેલ વાતાવરણમાં પરીક્ષા આપવી પડી હતી.

વિજળી ગુલ થવાના કારણોસર ફેકલ્ટી ચર્ચામાં

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલી વિવિધ ફેકલ્ટીઓમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે લો ફેકલ્ટી વધુ એક વખત ચર્ચામાં આવી છે. તાજેતરમાં લો ફેકલ્ટીની વોશરૂમની દિવાલો પર ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ લખવામાં આવતા પરીક્ષામાં તેનો ઉપયોગ થતો હોવાની આશંકાએ ચર્ચા જગાવી હતી. ત્યાર બાદ આજે વિજળી ગુલ થવાના કારણોસર ફેકલ્ટી ચર્ચામાં આવી છે. આ વખતે વિદ્યાર્થીઓએ પેપરની સાથે પરિસ્થિતીઓની કસોટી પણ પાર પાડવી પડે તેમ થયું હતું.

પરિસ્થીતીઓની કપરી કસોટી

સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં ગરમીનો પારો નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. તેવામાં આજે સવારે લો ફેકલ્ટીમાં પરીક્ષા ટાણે જ વિજળી ગુલ થઇ હતી. આ સ્થિતીમાં વિદ્યાર્થીઓએ બફારા ભરેલી સ્થિતીમાં પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો. આ વખતે જાણે પરીક્ષાના પેપરની સાથે પરિસ્થીતીઓ પણ વિદ્યાર્થીઓની કસોટી લઇ રહી હોય તેમ જાણવા મળી રહ્યું હતું.

પેપર બપોર થતા પૂર્ણ

સુત્રોએ ઉમેર્યું કે, વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું પેપર બપોર થતા પૂર્ણ થયું હતું. એટલે વિદ્યાર્થીઓએ ખરા તાપનો અનુભવ કરવો પડ્યો નથી. પરંતુ જો આ સ્થિતી તેના બાદ સર્જાઇ હોત તો ચિત્ર કંઇક ઓર જ હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તંત્ર દ્વારા શાળાઓમાં ઉનાળાની ગરમીના ટાણે ચોક્કસ સમય નિશ્ચિત કર્યો છે. તેવી રીતે જરૂર જણાય તો કોલેજના મામલામાં પણ તંત્ર દ્વારા આગામી સમયમાં નિર્ણય લેવાઇ શકે છે, તેવું સુત્રોએ ઉમેર્યું છે.

આ પણ વાંચો — VADODARA : આરોગ્ય સચિવના આગમન પહેલા SSG હોસ્પિટલમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Whatsapp share
facebook twitter