+

કેવી રીતે ભારત બનશે WTC નું ચેમ્પિયન? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે ટક્કર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ સાથે વિશ્વને ટેસ્ટ ક્રિકેટનો એક નવો બોસ મળશે. ભારતીય ટીમને છેલ્લી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ સાથે વિશ્વને ટેસ્ટ ક્રિકેટનો એક નવો બોસ મળશે. ભારતીય ટીમને છેલ્લી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે કેપ્ટન રોહિત શર્માની ટીમ પાસે ફરી તક છે. આ સાથે જ ભારતની નજર છેલ્લા 10 વર્ષથી નહી જીતેલા ICC ટાઇટલ પર પણ રહેશે. ભારતે છેલ્લે 2013માં ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં ICC ટાઈટલ જીત્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યા પછી ભારત ત્રણ વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં હારી ગયું છે જ્યારે ટીમ ચાર વખત સેમિફાઇનલમાં હારી છે. ટીમ 2021 T20 વર્લ્ડ કપના પ્રારંભિક રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. વર્તમાન સર્કલમાં છ શ્રેણીઓમાંથી, ભારત દક્ષિણ આફ્રિકામાં એકમાત્ર શ્રેણી હારી ગયું હતું જે પછી વિરાટ કોહલીએ કેપ્ટન પદ છોડ્યું હતું. રોહિત શર્માને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી હતી.

ઓવલ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1880માં રમાઈ હતી પરંતુ આ પહેલીવાર છે જ્યારે જૂન મહિનામાં ટેસ્ટ મેચનું આયોજન થશે. જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ આંકડાને ગંભીરતાથી લઈ રહ્યા નથી. તેણે કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે જૂનમાં અહીં વધારે ક્રિકેટ રમાતી નથી. અહીં કાઉન્ટી મેચો રમાય છે. અમે જોયું કે અહીં બે અઠવાડિયા પહેલા મેચ રમાઈ હતી. એવું નથી કે આ મેદાન પર આ સિઝનની આ પહેલી મેચ હશે. અમે સારી રીતે જાણીએ છીએ કે પરિસ્થિતિ કેવી છે અને આગામી પાંચ દિવસમાં શું થવાનું છે.

ધ ઓવલ ગ્રાઉન્ડ (લંડન)માં ભારત Vs ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન

કુલ મેચ 106
ભારત 32 જીત્યું
ઓસ્ટ્રેલિયા 44 જીત્યું
મેચ ડ્રો 29
મેચ 1 ટાઈ

સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયા

પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, જોશ ઈંગ્લિસ, ટોડ મર્ફી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર.

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, કેએસ ભરત, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ઈશાન કિશન, ચેતેશ્વર પૂજારા, અક્ષર પટેલ, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને ઉમેશ યાદવ.

આ પણ વાંચો : WTC ફાઈનલ માટે ઓવલ ગ્રાઉન્ડ તૈયાર, જોઇ લો પિચની પહેલી ઝલક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter