- ભારતે હાઈ કમિશન અને કોન્સ્યુલેટમાં તૈનાત બિન-જરૂરી કર્મચારીઓને પાછા બોલાવ્યા
- કોમર્શિયલ ફ્લાઇટસ મોકલીને કર્મચારીઓને ભારત લવાયા
- બુધવારથી ભારત અને ઢાકા વચ્ચે ફ્લાઈટ ઓપરેશન ફરી શરૂ
Decision : બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે, ભારતે હાઈ કમિશન અને કોન્સ્યુલેટમાં તૈનાત બિન-જરૂરી કર્મચારીઓને પાછા બોલાવવાનો નિર્ણય (Decision) લીધો છે. સરકારે આ અંગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. નોંધનીય છે કે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના હાલમાં ભારતમાં છે. બીજી તરફ બાંગ્લાદેશમાં પણ હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલા ચાલુ છે. આવી સ્થિતિમાં સ્થિતિ સંવેદનશીલ બની હોવાથી ભારતે સમગ્ર ઘટના પર બારીકાઈથી નજર રાખી છે.
બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોની વાપસી કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા થઈ
ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટમાં તૈનાત બિન-જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોની વાપસી કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા થઈ છે. તમામ રાજદ્વારીઓ હાલ હાઇ કમિશનમાં રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાઈ કમિશનમાં કામ ચાલુ રહેશે.
આ પણ વાંચો—–Hindu સિંગર રાહુલનું 140 વર્ષ જૂનુ ઘર સળગાવી દેવાયું…
The return of non-essential staff and families from the Indian High Commission in Dhaka has taken place on a voluntary basis through commercial flight. All diplomats remain in the High Commission. The High Commission remains functional: Sources#Bangladesh pic.twitter.com/oPXjFNtJlz
— ANI (@ANI) August 7, 2024
બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવ્યા
બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા માટે વિશેષ ફ્લાઈટ ચલાવી હતી. તેના દ્વારા 400 થી વધુ લોકોને ભારત લાવવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે સવારે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા છ બાળકો સહિત 205 લોકોને ભારત લાવવામાં આવ્યા હતા. ઈન્ડિગોએ પણ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે A321 નિયો એરક્રાફ્ટ દ્વારા સંચાલિત ચાર્ટર્ડ ફ્લાઈટ મંગળવારે રાત્રે ઢાકાથી રવાના થઈ હતી અને છ બાળકો અને 199 પુખ્ત વયના લોકો સહિત 205 લોકોને ભારત લાવ્યા હતા.
બુધવારથી ભારત અને ઢાકા વચ્ચે ફ્લાઈટ ઓપરેશન ફરી શરૂ
ઢાકા એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કર્યા પછી, ઈન્ડિગોએ 6 ઓગસ્ટ, 2024ના રોજ ઢાકાથી કોલકાતાની વિશેષ ફ્લાઇટ 6E 8503નું સંચાલન કર્યું હતું, ઇન્ડિગોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. આ ફ્લાઈટ બાંગ્લાદેશથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ચલાવવામાં આવી હતી. એરલાઈને જણાવ્યું હતું કે બુધવારથી ભારત અને ઢાકા વચ્ચે ફ્લાઈટ ઓપરેશન ફરી શરૂ થશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિગો દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈથી રોજની એક ફ્લાઈટનું સંચાલન કરે છે, જ્યારે કોલકાતાથી ઢાકા માટે દરરોજ બે ફ્લાઈટ ચલાવે છે.
બુધવારથી ઢાકા માટે ફ્લાઈટ્સ ઓપરેટ થશે
એર ઈન્ડિયા પણ બુધવારથી દિલ્હી અને ઢાકા વચ્ચે તેની બે દૈનિક ફ્લાઈટનું સંચાલન કરશે. આ સાથે વિસ્તારા પણ બુધવારથી નિયત સમયપત્રક મુજબ ઢાકા માટે ફ્લાઈટ્સનું સંચાલન કરશે. બાંગ્લાદેશમાં જુલાઇના મધ્યમાં સરકારી નોકરીઓમાં અમુક વર્ગના લોકો માટે આરક્ષણ પ્રણાલી સામે વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ થયો હતો. જે બાદ આ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો–—Bangladesh માં તખ્તાપલટની સ્ક્રિપ્ટ કોણે લખી..?