Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત-પાકિસ્તાનની ટીમ સામે ICCની એક્શન, ફટકાર્યો દંડ, આ છે કારણ

09:04 AM Apr 28, 2023 | Vipul Pandya

એશિયા કપમાં ગત રવિવારના રોજ ભારત અને પાકિસ્તાનની ટક્કર થઈ હતી. ભારતે આ મેચ અંતિમ ઓવરમાં 5 વિકેટથી જીતી લીધી હતી. ભારત અને પાકિસ્તાનની ટીમે એશિયા કપમાં નિર્ધારિત સમયમાં પોતાના ક્વોટાની 20 ઓવર ફેંકી હતી પરંતુ બંન્ને ટીમોનો ઓવર રેટ ધીમો હતો.
આ કારણે ICCએ બંન્ને ટીમ પર મેચ ફીના 40% દંડ ફટકારવામાં આવ્યો છે. બંન્ને ટીમોએ નિર્ધારિત સમયમાં 2 ઓવર ઓછી ફેંકી હતી આ કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ખેલાડીઓની મેચ ફી પર લાગે છે તેથી ભારતીય ટીમને તેનાથી ઘણું નુંકસાન થયું છે કારણ કે,પાકિસ્તાની ખેલાડીઓની સરખામણીએ ભારતીય ખેલાડીઓની મેચ ફી ઘણી વધારે છે.
ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો માટે ICC કોડ ઓફ કન્ડક્ટ આર્ટિકલ 2.22 પ્રમાણે જે લઘુત્તમ ઓવર રેટ સાથે જોડાયેલી ભૂલ સંબંધિત છે જેમાં કોઈ ટીમ પોતાના નક્કી સમયની અંદર 20 ઓવર ના ફેંકી શકે તો દરેક ઓવર માટે ખેલાડીઓની 20% મેચ ફી કાપવાની જોગવાઈ છે.
ભારત અને પાકિસ્તાનની ટીમો નિર્ધારિત સમયમાં બે ઓવરો ઓછી ફેંકી હતી તેથી ખેલાડીની 40% મેચ ફી કાપી લેવામાં આવી છે. બંન્ને કપ્તાને પોતાની ભૂલ સ્વિકારી લીધી અને ICC દ્વારા લગાવવામાં આવેલા દંડને માની લીધો તેથી આ મામલે કોઈ ઔપચારિક સુનવણી થઈ નહી.
શું છે નિયમ?
ICCના નવા નિયમ પ્રમાણે બોલિંગ કરનાર ટીમે કોઈ પણ ભોગે નિયત સમયમાં પોતાના ક્વોટાની ઓવર પુર્ણ કરવાની હોય છે. જો નિર્ધારિત સમયથી પાછળ રહે તો બાકી વધેલી ઓવરમાં તેનો એક ફિલ્ડર 30 યાર્ડની બહાર ઉભા રહે શકશે નહી. તેને સર્કલની અંદર જ રહેવું પડશે. હાલ, પાવરપ્લે બાદ 30 યાર્ડના સર્કલ બહાર 5 ફિલ્ડર હોય છે પરંતુ નવા નિયમ પ્રમાણે માત્ર 4 ફિલ્ડર જ ઘેરાની બહાર રહી શકશે. આ નિયમ આ વર્ષે જાન્યુઆરીમાં લાગુ થયો.
રવિવારની મેચમાં પાકિસ્તાનની ટીમ એક વખતે 17 ઓવરમાં 114 રન પર 7 વિકેટ ગુમાવી ચુકી હતી અને એવું લાગી રહ્યું હતું કે ઈનિંગ જલ્દી જ પુરી થઈ જશે પરંતુ ભારતે ઓવર રેટ સાથે જોડાયેલા ઉપરોક્ત નવા નિયમના લીધે અંતિમ ઓવરમાં એક ફિલ્ડરને 30 યાર્ડના ઘેરાની અંદર લાવ્યો પડ્યો હતો. પાકિસ્તાને જેનો પુરો ફાયદો ઉઠાવીને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા.