Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Advisory : ભારતે જારી કરી એડવાઇઝરી…કહ્યું..એલર્ટ રહો…

09:24 AM Aug 01, 2024 | Vipul Pandya
  • ઈસ્માઈલ હાનિયાની હત્યા તથા હિઝબુલ્લાહનો ટોચના કમાન્ડરની હત્યા બાદ ભારે તણાવ
  • ભારતનું માનવું છે કે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધી શકે
  • લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવને જોતા ભારત પણ એલર્ટ
  • ભારતીય દૂતાવાસે નાગરિકો માટે જારી કરી એડવાઈઝરી

Advisory : ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની કરાયેલી હત્યા તથા બેરૂતમાં હિઝબુલ્લાહનો ટોચના કમાન્ડરની હત્યા બાદ ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓ બાદ ભારતનું માનવું છે કે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધી શકે છે. આવી સ્થિતિમાં ઘણા દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી (Advisory) જારી કરી છે. લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવને જોતા ભારત પણ એલર્ટ છે અને લેબનોનમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા પણ એડવાઈઝરી જારી કરનારા દેશોમાં સામેલ છે.

આ પણ વાંચો–Iranની પ્રતિજ્ઞા..”અબ દેખ.. તેરા ક્યા હાલ હોગા….”

નાગરિકોને આપવામાં આવેલી સલાહ

ભારતે લેબનોનમાં પોતાના નાગરિકોને સાવચેતી રાખવા અને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી છે. બેરૂત, લેબનોનમાં ભારતીય દૂતાવાસે દેશમાં ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. એમ્બેસીએ લેબનોનમાં ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી ફોન નંબર અને ઈમેલ આઈડી જારી કર્યા છે.

ઈમેલ આઈડી અને ફોન નંબર જારી કર્યો

ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું કે આ પ્રદેશમાં તાજેતર બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, લેબનોનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને જેઓ લેબનોનની મુસાફરી કરવાની યોજના ધરાવે છે તેઓને સાવચેતી રાખવા અને તેમના ઈમેલ આઈડી cons.beirut@meaનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે .gov.in અથવા ઈમરજન્સી ફોન નંબર +96176860128 દ્વારા બેરૂતમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે.

આ પણ વાંચો—-Netanyahu : “જબ તક તોડેંગે નહી..તબ તક છોડેંગે નહી”…!