-
વિશ્વમાં સૌથી વધુ Plastic Pollution India ફેલાવે છે
-
India ના 25.5 કરોડ લોકો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે
-
આ દેશ Plastic Pollution માં મૂખ્ય ભૂમિકામાં જોવા મળ્યા
India Plastic Pollution : India દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતો દેશ છે. India માં એક વર્ષની અંદર 1.02 કરોડ ટન પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન કરે છે. આ અંગે માહિતી બ્રિટેનના લીટ્સ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ શેર કરી છે. અહેવાલ અનુસાર, 5.7 કરોડ ટન Plastic Pollution નું દુનિયા ઉત્પાદન કરે છે. તો 5.7 કરોડ ટન પ્લાસ્ટિકનો ત્રીજો ભાગ માત્ર દુનિયા દક્ષિણ વિસ્તારમાંથી આવે છે. તેના કારણે સૌથી વધુ પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ દક્ષિણી વિસ્તારમાં જોવા મળે છે.
વિશ્વમાં સૌથી વધુ Plastic Pollution India ફેલાવે છે
આ અહેવાલ Dr. Costas Velis એ શેર કર્યો છે. Dr. Costas Velis ના જણાવ્યા અનુસાર, દુનિયામાં દર વર્ષે એટલા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન થાય છે. જેનો ઢગલો બનાવવામાં આવે તો, ન્યૂયોર્ક શહેરમાં આવેલા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. Dr. Costas Velis દ્વારા દુનિયામાં આવેલા તમામ શહેર અને તેમાં આવેલા નાના વિસ્તારોમાં કેટલા પ્રમાણાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેના અંતર્ગત આશરે 50 હજારથી વધારે શહેરનું અવલોકન કરાયું હતું.
આ પણ વાંચો: તાલિબાનનો એક નિર્ણય અફઘાનિસ્તાનની આખી પેઢીના ભવિષ્ય માટે બન્યો મોટો ખતરો
Indiaના 25.5 કરોડ લોકો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે
આ અહેવાલને 4 ઓગસ્ટના રોજ દુનિયાની સામે રજૂ કરવામાં આવ્યા હતો. આ અવલોકનમાં એવા પ્લાસ્ટિક વિશે માહિતી આપવામાં આવી છે. જે પ્લાસ્ટિ ખુલ્લા વાતાવરણમાં ફેંકી દેવામાં આવે છે. જોકે દુનિયાની 15 ટકા વસ્તીને કારણે સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા પર વિફળ સાબિત થઈ છે. તો વિશ્વની આ 15 ટકા વસ્તીમાં India ના 25.5 કરોડ લોકો સામેલ છે. જે વિશ્વસ્તરે અન્ય દેશ કરતા મોટો આંકડો છે. Dr. Costas Velis ના અનુસાર, India સૌથી વધ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે. તે ઉપરાંત પ્લાસ્ટિકને કારણે પ્રદુષણ પણ ફેલાવે છે.
આ દેશ Plastic Pollutionમાં મૂખ્ય ભૂમિકામાં જોવા મળ્યા
India બાદ સૌથી વધુ Plastic Pollution માં નાઈઝેરિયા અને ઈન્ડોનેશિયા આવે છે. Dr. Costas Velis એ કહ્યું છે કે, પ્રદૂષણ ફેલાવવામાં આ દેશ મુખ્ય ભૂમિકા અદા કરે છે. તો આ અહેવાલમાં ચીન 4 સ્થાને છે. પરંતુ તે Plastic Pollutionમાં ઘટાડો કરતો સૌથી ઝડપી દેશ સાબિત થઈ રહ્યો છે. તો બીજી તરફ Plastic Pollution માં પાકિસ્તાન, બાંગ્લાદેશ, રશિયાને બ્રાઝિલ જોવા મળે છે. આ તમામ દેશ દુનિયામાં સૌથી વધુ Plastic Pollution ફેલાવવા માટે જવાબદાર છે.
આ પણ વાંચો: રશિયની જાસૂસ હતી આ Whale! રહસ્યમય મોતને લઇને ચોંકાવનારા ખુલાસા