+

2029 સુધીમાં ભારત બનશે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, જાણો શું કહે છે નિષ્ણાંતો

ભારતની અર્થવ્યવસ્થા (Economy of India) સમગ્ર દુનિયામાં ઝડપથી વિકસી રહી છે. વર્ષ 2014 બાદથી તેમાં કરવામાં આવેલા માળખાગત ફેરફારોના લીધે ભારતની અર્થવ્યવસ્થા UKને પાછળ છોડીને હવે દુનિયાની પાંચમી સૌથી મોટી  અર્થવ્યવસ્થા બની ગઈ છે. આ ફેરફારો સાથે હાલના વિકાસ દર પ્રમાણે ભારત 2027માં જર્મની અને 2029 સુધીમાં જાપાનથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. SBI દ્વારા (SBI Report) જાહેર કરવામાં આવેલા એક રિસર્ચ રિપોર્ટમાં આ વાત àª
ભારતની અર્થવ્યવસ્થા (Economy of India) સમગ્ર દુનિયામાં ઝડપથી વિકસી રહી છે. વર્ષ 2014 બાદથી તેમાં કરવામાં આવેલા માળખાગત ફેરફારોના લીધે ભારતની અર્થવ્યવસ્થા UKને પાછળ છોડીને હવે દુનિયાની પાંચમી સૌથી મોટી  અર્થવ્યવસ્થા બની ગઈ છે. આ ફેરફારો સાથે હાલના વિકાસ દર પ્રમાણે ભારત 2027માં જર્મની અને 2029 સુધીમાં જાપાનથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. SBI દ્વારા (SBI Report) જાહેર કરવામાં આવેલા એક રિસર્ચ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
SBIના ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, ડિસેમ્બર 2021માં UKને પાછળ છોડીને ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. વર્ષ 2029 સુધીમાં તે દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આ દરમિયાન ભારતીના અર્થતંત્રમાં સાત સ્ટેપ્સનો વધારો હશે. વર્ષ 2014માં ભારતીય અર્થવ્યવસ્થાની રેંકિંગ 10મી હતી.
SBIની ગૃપ ચીફ ઓફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યા કાંતિ ઘોષે કહ્યું કે, હાલના વૃદ્ધિ દર પ્રમાણે ભારત વર્ષ 2027માં જર્મની અને વર્ષ 2029માં જાપાનને પાછળ છોડી દેવું જોઈએ. આ એક ખુબ મોટી ઉપલબ્ધી હશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર નાણાંકિય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિક ગાળામાં 13.5% રહ્યો છે. આ નાણાંકિય વર્ષોમાં મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત સૌથી વધારે ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ છે. નાણાંકિય વર્ષ 2022-23 માટે ભારતનો GDP વિકાસ દરનું અનુમાન વર્તમાનમાં 6.7% થી 7.7% સુધીનું છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયામાં અનિશ્ચિતતાઓ વચ્ચે અમારું માનવું છે કે 6% થી 6.5% વૃદ્ધિ ભારત માટે ન્યૂ નોર્મલ છે.
વૈશ્વિક અર્થતંત્રમાં (Global economy) ભારતની ભાગીદારી વધીને 3.5% થઈ ચુકી છે. જે વર્ષ 2027 સુધી 4% સુધી હોઈ શકે છે. વર્ષ 2014માં તે 2.6% હતી. હાલ જર્મનીની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4%ની ભાગીદારી છે. ભારતીય અર્થવ્યવસ્થા નોમિનલ કેશમાં 854.7 અરબ ડોલર થઈ ચુકી છે. જે આવનારા સમય માટે ઘણા મજબૂત સંકેત છે.
ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. અરવિંદ વિરમાનીએ કહ્યું કે, ગયા વર્ષે આપણે 40 બિલિયન સાથે છઠ્ઠા સ્થાન પર હતા અને આ વર્ષ 2022માં થવાની આશા હતી. ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે અને પૂર્વાનુમાન પ્રમાણે આપણે વર્ષ 2028-30 સુધીમાં ત્રીજા સ્થાન પર આવી જશું.
Whatsapp share
facebook twitter