+

ભારતીય નેત્રહીન ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશને હરાવીને રચ્યો ઈતિહાસ

ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં ભારતે હંમેશા પોતાના દબદબો જાળવી રાખ્યો છે. દેશના ક્રિકેટ રસિકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ બાગ્લાદેશને ફાઈનલમાં હરાવીને નેત્રહીન ટી20 વર્લ્ડ કપ ટ્રોફી પર કબ્જો જમાવી દીધો છે. બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીણ ઈન્ડિયાએ 120 રનથી જીત મેળવી છે.ભારતે 277 રન બનાવ્યાભારતે અહીં પહેલા બેટિંગ કરીને 277 રનનો સ્કોર બનાવ્à
ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં ભારતે હંમેશા પોતાના દબદબો જાળવી રાખ્યો છે. દેશના ક્રિકેટ રસિકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ બાગ્લાદેશને ફાઈનલમાં હરાવીને નેત્રહીન ટી20 વર્લ્ડ કપ ટ્રોફી પર કબ્જો જમાવી દીધો છે. બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીણ ઈન્ડિયાએ 120 રનથી જીત મેળવી છે.
ભારતે 277 રન બનાવ્યા
ભારતે અહીં પહેલા બેટિંગ કરીને 277 રનનો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 વિકેટના નુકસાન પર આ સ્કોર કર્યો હતો. જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી. આ સાથે જ ભારતીય ટીમે નેત્રહીન ટી20 વર્લ્ડકપ 2022નો ખિતાબ જીત્યો છે.
ભારત ત્રીજી વખત ચેમ્પિયન
ભારતે નેત્રહીન ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટ ત્રીજી વખત જીતી છે. આ અગાઉ વર્ષ 2012 અને 2017માં પણ નેત્રહીન ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટ જીતી હતી.
સુનિલ અને અજયની સદી
ભારત તરફથી આ મેચમાં સુનિલ રમેશે 63 બોલમાં 136 રનો બનાવ્યા જ્યારે કપ્તાન અજય રેડ્ડીએ 50 બોલમાં 100 રન બનાવી ભારતીય ટીમે કુલ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 157 રન જ બનાવ શકી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter