Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IND vs SL: વનડે સિરીઝમાંથી ભારતીય ટીમના આ બે ખેલાડીઓ થયા બહાર

11:47 PM Jul 31, 2024 | Hiren Dave
  • ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સિરીઝ જીતી
  • ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને સિરીઝ 3-0થી કબજે કરી
  • ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાનીમાં વનડે સિરીઝ રમશે

IND vs SL: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા (IND vs SL)સામેની ત્રણ મેચની T20 સિરીઝ જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને સિરીઝ 3-0થી કબજે કરી હતી. હવે ત્રણ મેચની વનડે શ્રેણીનો વારો છે. જે 2જી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા વાપસી કરશે. જ્યારે વિરાટ કોહલી પણ રમતો જોવા મળશે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ટ્રમ્પ કાર્ડ જોવા મળશે નહીં.

 

સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહને સ્થાન મળ્યું નથી

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની T20 અને ODI સિરીઝ માટે પહેલા જ ટીમની જાહેરાત કરી દીધી હતી. આ ટીમના કેટલાક ખેલાડીઓએ બંને ટીમમાં સ્થાન મેળવ્યું હતું. બંને ટીમમાં રિયાન પરાગ અને શિવમ દુબે સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહને વનડે ટીમમાં તક આપવામાં આવી નથી. સૂર્યા-રિંકુની સાથે હાર્દિક પંડ્યાને પણ આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ શ્રીલંકા સામે તેમણે પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલમાં બોલિંગ કરી અને તે પણ ડેથ ઓવર્સમાં. સૂર્યા અને રિંકુએ શાનદાર બોલિંગ કરીને 2-2 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં તેની ખોટ વર્તાશે.

 

 

શ્રીલંકા સામેની ODI ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (WK), રિષભ પંત (WK), મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.

 

શું છે ભારતીય ટીમનું શેડ્યૂલ?

પ્રથમ મેચ 2 ઓગસ્ટે રમાશે. આ પછી બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટે રમાશે. તમામ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે. આ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.

આ પણ  વાંચો  –Paris Olympics2024 : તરુણદીપ રાયનું નિરાશાજનક પ્રદર્શન, રાઉન્ડ ઓફ 64માં મળી હાર

આ પણ  વાંચો  paris olympics 2024:ટેબલ ટેનિસમાં ભારતેને મળી નિરાશા, મનિકા બત્રાને મળી હાર

આ પણ  વાંચો  –Paris Olympic 2024 : Jehanara Nabi ના સ્વિમસૂટ પર પાકિસ્તાનમાં શરૂ થયો વિવાદ