- ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું
- ભારતને ત્રણ રનનો ટાર્ગેટ આપ્યો હતો
- ભારતે શ્રેણી 3-0થી જીતી લીધી
India vs Sri Lanka : ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka)વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની અંતિમ મેચ પલ્લેકલેમાં રમાઈ હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે શ્રીલંકાને 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે શ્રીલંકા સામેની મેચ સુપર ઓવરમાં જીતી લીધી હતી. શ્રીલંકાએ (India vs Sri Lanka) સુપર ઓવરમાં ભારતને ત્રણ રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે સુપર ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે.
ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ મેચ 43 રને જીતી હતી
ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ મેચ 43 રને જીતી હતી. આ પછી, તેઓએ બીજી મેચ 7 વિકેટથી જીતીને શ્રેણી પર કબજો કર્યો. હવે તેણે ત્રીજી મેચ પણ જીતીને ક્લીન સ્વીપ કરી લીધું છે. ત્રીજી મેચની સુપર ઓવરમાં ભારતીય ટીમને 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સૂર્યાએ મહિષ તિક્ષીનાના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી.
India pull-off a stunning win against Sri Lanka
Suryakumar Yadav and Gautam Gambhir’s tenure starts with a 3-0 T20I series sweep #SLvIND | : https://t.co/03RxN3eS9O pic.twitter.com/IRxUm9EHJH
— ICC (@ICC) July 30, 2024
ભારત માટે સુપર ઓવર
- બીજો બોલ: કુસલ મેન્ડિસે 1 રન લીધો
- ત્રીજો બોલઃ કુસલ પરેરા કેચ આઉટ
- ચોથો બોલઃ કુસલ મેન્ડિસ કેચ આઉટ
રિંકુ-સૂર્યાએ છેલ્લી 2 ઓવરમાં 2-2 વિકેટ લીધી હતી.
સીરીઝની છેલ્લી મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં શ્રીલંકાની ટીમે પણ 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા અને મેચ ટાઈ કરી હતી. ટીમ તરફથી કુસલ પરેરાએ 46 રન અને કુસલ મેન્ડિસે 43 રનની ઇનિંગ રમી હતી.
જ્યારે પથુમ નિસાન્કાએ 26 રન બનાવ્યા હતા. આ સિવાય બાકીના બોલરો આવતા જતા રહ્યા. જ્યારે ભારતીય ટીમ માટે રિંકુ સિંહે 19મી ઓવર ફેંકી હતી, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ છેલ્લી ઓવરમાં જ્યારે શ્રીલંકાને 6 રનની જરૂર હતી ત્યારે સૂર્યા પોતે બોલિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઓવરમાં 2 વિકેટ લીધી અને માત્ર 5 રન આપ્યા અને હારેલી મેચ ટાઈ કરી.
શુભમન અને પરાગે ટીમની કમાન સંભાળી
ભારતીય ટીમે આ મેચમાં ઘણા પ્રયોગો કર્યા જે ખોટા સાબિત થયા. સંજુ સેમસનને નંબર-3 અને રિંકુ સિંહને નંબર-4 પર મોકલવામાં આવ્યા હતા, જે ફ્લોપ રહ્યા હતા. સંજુ શૂન્ય અને રિંકુ 1 રને આઉટ થયા હતા. ભારતીય ટીમે માત્ર 48 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શુભમન ગિલ અને રિયાન પરાગે 40 બોલમાં 54 રનની પાર્ટનરશિપ કરીને ટીમની કમાન સંભાળી હતી.
આ પણ વાંચો –Paris Olympics 2024: બોક્સિંગમાં જાસ્મીન લેમ્બોરિયાએ કર્યા નિરાશ
આ પણ વાંચો –Paris Olympic 2024 : 55 વર્ષની આ મહિલાએ ઓલિમ્પિકની દુનિયામાં બનાવ્યો નવો રેકોર્ડ
આ પણ વાંચો –IND vs SL ODI Series: શ્રીલંકાએ ODI સીરિઝ માટે ટીમની કરી જાહેરાત