Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જીતના મજબુત ઈરાદા સાથે રાજકોટના મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, 28 હજારથી વધારે દર્શકો નિહાળશે મેચ

06:23 PM Apr 22, 2023 | Vipul Pandya

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T20 મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. પહેલી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતે 2 રને રોમાંચક વિજય મેળવ્યો હતો તો બીજી મેચમાં શ્રીલંકા સામે ભારતનો 16 રને પરાજય થયો હતો. આ પરિસ્થિતિમાં આજની આ ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ છે. ત્રીજી T20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે.
રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ
બંને ટીમ માટે આજની મેચ જીતવી મહત્વની છે ત્યારે જીતના મજબુત ઈરાદા સાથે આજે ભારતીય ટીમ મેદાનમાં ઉતરવાની છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં 28 હજાર દર્શકો સ્ટેડિયમાં મેચ નિહાળશે. જ્યારે રાજકોટના સ્ટેડિયમમાં લાઈવ માટે પ્રથમ વખત સ્પાઇડર કેમેરાનો ઉપયોગ થવાનો છે ત્યારે આ મેચને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

રાજકોટની પીચ બેટિંગ પીચ રહી છે
પીચની વાત કરવામાં આવે તો રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે. રાજકોટની પીચ સપાટ છે. આ પીચ બેટ્સમેનોને મદદરૂપ થવાની અપેક્ષા છે ત્યારે ટોસની ભૂમિકા પણ મહત્વની રહેશે અને બંને કેપ્ટન પ્રથમ બોલિંગ કરવા ઈચ્છશે. રાજકોટમાં રમાયેલી 4 T20મેચોમાં બે વખત પહેલાં બેટિંગ કરનારી ટીમ જીતી છે. જ્યારે અન્ય બે મેચમાં બોલિંગ કરનારી ટીમ જીતી છે.

ટોપ ઓર્ડર પાસે સારા પ્રદર્શનની આશા
બેટિંગમાં ટોપ ઓર્ડર બંને મેચમાં સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા હતો. શુભમન ગિલ સતત બીજી વખત નિષ્ફળ રહ્યો હતો અને હવે રાહુલ ત્રિપાઠીની જેમ તે કોઈ તક વેડફવા માંગતો નથી. રાહુલ ત્રિપાઠી પણ પોતાની પ્રથમ મેચમાં ચાલી શક્યો ન હતો. હવે જોવાનું એ રહેશે કે ઋતુરાજ ગાયકવાડને છેલ્લી મેચમાં તક મળે છે કે નહીં. ટીમ ઈન્ડિયા માટે સારી બાબત એ છે કે સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલનું બેટિંગ ફોર્મ છે. આ બંનેએ બીજી ટી20 મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.

સંભવિત પ્લેઈંગ ઈલેવન – ભારત : હાર્દીક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, હર્ષલ પટેલ યુઝવેન્દ્ર ચહલ.
સંભવિત પ્લેઈંગ ઈલેવન – શ્રીલંકા : દાસુન શનાકા (કપ્તાન), કુસલ મેંડિસ (વિકેટકિપર), પથુમ નિસંકા, ધનંજયા ડિસિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, વાનિંદુ હસારંગા, ચામિકા કરૂણારત્ને, મહીષ તીક્ષ્ણા, કાસુન રાજિથા, દિલશાન મદુશંકા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.