+

IND vs BAN : બૂમ બૂમ બુમરાહ ટેસ્ટમાં બેસ્ટ! 400 વિકેટ લેનાર 10મો ભારતીય

ભારતના ફાસ્ટ બોલરે રચ્યો ઇતિહાસ જસપ્રીત બુમરાહે 400 વિકેટ કરી પોતાના નામે  ટેસ્ટના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં IND vs BAN : ચેન્નઇના M. A. Chidambaram Stadium માં ભારત અને…
  • ભારતના ફાસ્ટ બોલરે રચ્યો ઇતિહાસ
  • જસપ્રીત બુમરાહે 400 વિકેટ કરી પોતાના નામે 
  • ટેસ્ટના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં

IND vs BAN : ચેન્નઇના M. A. Chidambaram Stadium માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જ્યા ટીમ ઈન્ડિયા (Team India) ના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો છે. તે આવું કરનાર ભારતનો 10મો બોલર બની ગયો છે, જ્યારે જો આપણે ઝડપી બોલરોની વાત કરીએ તો બુમરાહ છઠ્ઠો ભારતીય ઝડપી બોલર છે.

ટેસ્ટમાં બેસ્ટ બૂમ બૂમ બુમરાહ

ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ચાના વિરામ પહેલા બાંગ્લાદેશે 112 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. ટી બ્રેક પહેલા જસપ્રિત બુમરાહે હસન મહમૂદને વિરાટ કોહલીના હાથે કેચ કરાવીને બાંગ્લાદેશને 8 મો ઝટકો આપ્યો હતો. આ વિકેટ બુમરાહની કારકિર્દીમાં માઈલસ્ટોન સાબિત થઈ, આ રીતે તેણે 400 ઈન્ટરનેશનલ વિકેટ પૂરી કરી. બુમરાહ ભારત માટે 400 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં 10મું નામ બની ગયો છે. જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બુમરાહ, કપિલ દેવ, જવાગલ શ્રીનાથ, અનિલ કુંબલે, હરભજન સિંહ, ઝહીર ખાન, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા બાદ 400 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં તેણે 11 ઓવરના સ્પેલમાં 45 રન આપીને 4 વિકેટ ઝડપી છે. તેણે શાદમાન ઈસ્લામ, મુશફિકુર રહીમ, હસન મહમૂદ અને તસ્કીન અહમદને પોતાના શિકાર બનાવીને ઈતિહાસ રચ્યો છે.

ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

ભારત તરફથી અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 499 ઇનિંગ્સમાં 953 વિકેટ લીધી છે. જ્યારે આર અશ્વિને 369 ઇનિંગ્સમાં 744 વિકેટ લીધી છે. જ્યારે હરભજન સિંહ સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયોમાં ત્રીજા સ્થાને છે. તેણે 707 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ચોથા નંબર પર કપિલ દેવ છે જેણે 448 ઇનિંગ્સમાં 687 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાને 373 ઇનિંગ્સમાં 597 વિકેટ લીધી છે.

ટેસ્ટના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં

ઉલ્લેખનીય છે કે, આજે બીજા દિવસે 6 વિકેટે 339 રનથી દિવસની શરૂઆત કરનાર ભારતે માત્ર 37 રન ઉમેરીને 4 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં જાડેજા (86)ની પ્રથમ વિકેટ પડી હતી, અશ્વિન 113 રને તસ્કીન અહેમદનો શિકાર બન્યો હતો. તેની ઇનિંગ્સમાં 11 રન ઉમેર્યા હતા. બાંગ્લાદેશના આ ઝડપી બોલરે બીજા દિવસે 3 વિકેટ લીધી હતી જેમાં અશ્વિન સિવાય જાડેજા અને આકાશ દીપની વિકેટ સામેલ છે. યુવા ઝડપી બોલર હસન મહમૂદ બાંગ્લાદેશનો સૌથી સફળ બોલર હતો. તેણે 83 રનમાં 5 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:  IND vs BAN: R Ashwin ને રચ્યો ઇતિહાસ, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

Whatsapp share
facebook twitter