+

IND vs AUS Toss : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ થોડી જ ક્ષણોમાં રમાવાની છે. ત્યારે મેદાનમાં બને ટીમના કેપ્ટન પહોંચી ચુક્યા છે. મળી રહેલી માહિતી…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ થોડી જ ક્ષણોમાં રમાવાની છે. ત્યારે મેદાનમાં બને ટીમના કેપ્ટન પહોંચી ચુક્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયાએ અહીં ટોસ જીતીને પહેલા બોલિંગનો વિકલ્પ પસંદ કર્યો છે.

આજે ICC ODI વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થોડી જ ક્ષણોમાં રમાવાની છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પીચને સમજીને આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી અજેય રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત 12 વર્ષ બાદ આ મેચ જીતીને વર્લ્ડ કપ જીતવા માંગશે.

ભારતે પ્લેઈંગ ઈલેવન નથી કર્યો કોઇ ફેરફાર

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવી સ્થિતિમાં જ્યારે ભારતીય બેટ્સમેનો મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટો સ્કોર બનાવવા માંગશે.

કાંગારૂ બોલરો ખતરો બની શકે છે

વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો ખૂબ જ મજબૂત દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ તેમ છતાં ઓસ્ટ્રેલિયાના ત્રણ બોલર ભારતીય બેટ્સમેનો માટે મોટો ખતરો બની શકે છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડનું નામ સામેલ છે. આ સિવાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​એડમ ઝમ્પા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. ઝમ્પાએ ભૂતકાળમાં ઘણી વખત સ્પિનિંગ બોલથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા છે.

કોહલી માટે માથાનો દુખાવો

ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં તેના સૌથી મોટા ખેલાડી વિરાટ કોહલી પાસેથી સૌથી વધુ આશાઓ હશે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં 700થી વધુ રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો સ્પિનર ​​એડમ ઝમ્પા ફાઈનલમાં કોહલી માટે મોટો માથાનો દુખાવો બની શકે છે. વિરાટ અને ઝમ્પા કુલ 13 મેચમાં એકબીજાનો સામનો કરી ચુક્યા છે. કોહલીએ આ દરમિયાન 232 બોલમાં 254 રન બનાવ્યા છે. ઝમ્પાએ કોહલીને પાંચ વખત પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

ભારત (પ્લેઇંગ ઇલેવન):

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન):

ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

આ પણ વાંચો – IND vs AUS : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનની અત્યાર સુધી કેવી રહી છે એવરેજ ?

આ પણ વાંચો – હવે ટીમ ઈન્ડિયાની જીત પાક્કી! ઓસ્ટ્રેલિયાથી જ થઇ રહી છે ભવિષ્યવાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter