+

IND vs AUS : આજે શ્રેણી પર કબ્જો કરવા ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે, ટીમમાં 6 ફેરફાર કરી શકે છે ઓસ્ટ્રેલિયા

આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I સિરીઝની પાંચમી મેચ રમાવાની છે. આ પહેલા રમાયેલી બંને મેચોમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. એટલે કે ટીમ ઈન્ડિયા સતત…

આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I સિરીઝની પાંચમી મેચ રમાવાની છે. આ પહેલા રમાયેલી બંને મેચોમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. એટલે કે ટીમ ઈન્ડિયા સતત બે જીત સાથે શ્રેણીમાં 2-0થી આગળ છે. ત્યારે આજની મેચમાં ટીમ ઈન્ડિયા જીત સાથે સિરીઝ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરવા મેદાને ઉતરશે. જણાવી દઇએ કે, સાંજે 7 વાગ્યાથી મેચ શરૂ થશે. જેના અડધા કલાક પહેલા ટોસ થશે.

ભારતે શ્રેણીની શરૂઆતની બંને મેચો એકતરફી જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 મેચની સિરીઝની ત્રીજી મેચ રમાશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ પાંચ મેચની T-20 શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં સફળ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય યુવાનોએ પોતાની ક્ષમતા બતાવી છે. ભારતીય ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની બંને મેચ સરળતાથી જીતી લીધી હતી. જણાવી દઇએ કે, ભારતે શ્રેણીની શરૂઆતની બંને મેચો એકતરફી જીતી હતી. ભારતે આ શ્રેણીની પ્રથમ મેચ 2 વિકેટે જીતી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનના બેટ જોરદાર બોલ્યા છે. આ પછી ભારતે બીજી T20 મેચ 44 રને જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટીંગ કરતા ભારતે રનનો અંબાર લગાવી દીધો હતો.

ભારત માટે આસાન નહીં હોય જીત

વિકેટકીપર-બેટ્સમેન જોશ ફિલિપ, બેન મેકડર્મોટ, બેન દ્વારશુઈસ અને સ્પિનર ​​ક્રિસ ગ્રીનને ભારત સામેની બાકીની ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફિલિપ્સ અને મેકડર્મોટ પહેલેથી જ ટીમ સાથે હતા તેથી તેઓ આજે ગુવાહાટીમાં યોજાનારી ત્રીજી T20 માટે ઉપલબ્ધ રહેશે. અન્ય ત્રણ ખેલાડીઓ ચોથી મેચ પહેલા રાયપુરમાં ટીમ સાથે જોડાશે. આ ફેરફારો પછી, ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની વિશ્વ કપ વિજેતા ટીમનો એકમાત્ર એવો ખેલાડી છે જે ભારત સામેની T20 શ્રેણીનો ભાગ બનશે. હેડની જોરદાર ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને છઠ્ઠું ટાઇટલ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા હવે માત્ર 13 ખેલાડીઓ સાથે ભારત સામે ત્રણ T20 રમશે. તનવીર સંઘા રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે પ્રવાસ કરશે.

ટીમ ઈન્ડિયાની નજર શ્રેણી જીતવા પર

શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 1 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વળી, બીજી T20 માં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 191 રન બનાવી શકી હતી. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા સીરીઝ જીતવાથી માત્ર એક જીત દૂર છે.

કેવું રહેશે હવામાન ?

મંગળવારે યોજાનારી મેચમાં હવામાન વિશે વાત કરીએ તો, ગુવાહાટીમાં હવામાન સ્વચ્છ રહેવાની આશા છે. આકાશ વાદળછાયું રહેવાનો કોઈ અવકાશ નથી. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યે શરૂ થશે. આ સમયે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જ્યારે રમત સમાપ્ત થયા પછી તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. આવી સ્થિતિમાં, દર્શકો આ મેચનો સંપૂર્ણ આનંદ લઈ શકે છે.

ભારત સામેની બાકીની ત્રણ મેચો માટે ઓસ્ટ્રેલિયન ટીમ

મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, જોશ ફિલિપ, તનવીર સંઘા, મેટ શોર્ટ, કેન રિચર્ડસન.

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે સતત બે T20 મેચ હારી છે. જો ટીમ વધુ એક મેચ હારી જશે તો તે આ શ્રેણી ગુમાવશે. ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બે મહિનાથી વધુ સમયથી ભારતમાં હતા અને તેમના પર થાક સ્પષ્ટ દેખાતો હોય તેવું પણ આ બંને મેચોમાં જોવા મળ્યું હતું.

આ પણ વાંચો – મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક સ્વાગત, કહ્યું – ફરી એ જ ટીમમાં આવીને સારું લાગ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter