Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફિલ્મના સેટ પર સુરક્ષામાં વધારો, ભાઈજાનની સુરક્ષા વધુ મજબૂત કરાઇ

08:02 PM Apr 28, 2023 | Vipul Pandya

હાલમાં જ બોલિવૂડ એક્ટર સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં ‘સિદ્ધુ મૂસેવાલા જેવી હાલત’ કરવાની ધમકી આપવમાં આવી હતી. પત્ર મળ્યા બાદ જ મુંબઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ સલમાનની પર્સનલ સુરક્ષા પણ કડક કરવામાં આવી છે. અભિનેતા હાલમાં હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ (જેનું નામ ‘ભાઈજાન’ રાખવામાં આવ્યું છે) ના શૂટિંગમાં વ્યસ્ત છે. 
ભાઈજાનનું આ રીતે ધ્યાન રાખવામાં આવે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘કભી ઈદ કભી દિવાળી’ના સેટ પર સુરક્ષા વ્યવસ્થા ત્રણ ગણી વધારી દેવામાં આવી છે. દરેક જગ્યાએ ચેકીંગ પોઇન્ટ પર તપાસ કરવામાં આવી રહી છે. દરેક સભ્યને પ્રવેશ અને બહાર નીકળતી વખતે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. તે ગમે તે હોય. તમને જણાવી દઈએ કે સલમાન ખાન આગામી 25 દિવસ સુધી હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરશે, જેમાં તેની સામે અભિનેત્રી પૂજા હેગડે જોવા મળશે. સાથે જ તેલુગુ અભિનેતા વેંકટેશ બોલિવૂડમાં કમબોક કરવા જઈ રહ્યો છે

તેલુગુ અભિનેતા વેંકટેશ અને જગપતિ બાબુ પણ મહત્વની ભૂમિકામાં
મળતી માહિતી મુજબ, સલમાન ખાનની આગામી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં એક વિશાળ સેટ બનાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સલમાન અને પૂજા હેગડે ઉપરાંત તેલુગુ અભિનેતા વેંકટેશ અને જગપતિ બાબુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મ ‘તકદીરવાલા’ (1995)માં કામ કરી ચુકેલા વેંકટેશ સલમાન ખાનની ફિલ્મથી ફરી એકવાર બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહ્યા છે.
આ ફિલ્મ 30 ડિસેમ્બરે રિલીઝ થશે
‘ભાઈજાન’ 2014માં આવેલી તમિલ ફિલ્મ ‘વીરમ’ની હિન્દી રિમેક છે. સલમાન ખાનની આ ફિલ્મમાં પંજાબની કેટરીના કૈફ એટલે કે શહનાઝ ગિલ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ સિવાય ફિલ્મમાં રાઘવ જુયાલ પણ જોવા મળશે. આ ફિલ્મ 30 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.