Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલ માર્કેટ યાર્ડમાં 3 કરોડના ખર્ચે ઉભી કરાયેલી નવી નવીન સુવિધાઓનું લોકાર્પણ

05:35 PM May 25, 2023 | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

સૌરાષ્ટ્ર ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કિસાનભવન, ભોજનાલય,ગેસ્ટહાઉસ,ઓફિસ સંકુલના નવીનીકરણ સાથે આરોગ્ય કેન્દ્રની સુવિધાનું લોકાર્પણ ઉપરાંત યાર્ડના વિકાસ માટે ખરીદાયેલી ૩૮ વિઘા જમીનમાં નવા આધુનિક શેડનું ખાતમુહૂર્ત તારીખ ૨૬ શુક્રવારના રાજ્યના કૃષિમંત્રીના હસ્તે થનાર છે. ૧૯૫૬માં સ્થપાયેલા માર્કેટ યાર્ડે ઉતરોતર પ્રગતિ કરી ગુજરાતભરમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. હાલ રુપિયા ત્રણ કરોડના ખર્ચે કિસાનભવન , ભોજનાલય, ગેસ્ટહાઉસ તથા ઓફિસ સંકુલનું નવીનીકરણ કરાયુ છે.

યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યુ કે યાર્ડનું ભોજનાલય સંપુણ વાતાનુકુલિત બનાવાયુ છે.જેમા ખેડુતો ને રુ.૩૫ માં ભરપેટ સ્વાદિષ્ટ ભોજન અપાઇ રહ્યુ છે.યાર્ડના ગેસ્ટહાઉસને આધુનિક ઓપ આપી ૩૨ રુમ સાથે સંપુર્ણ એરકંડીશન્ડ બનાવાયુ છે.અહી ખેડુતોને વિનામુલ્યે આરામ માટે રુમ અપાય છે.તથા બહારથી આવતા વેપારીઓને માત્ર ટોકન ભાવે રુમ અપાય છે.પોતાનો માલ લઈ આવતા ખેડુતોને અચાનક કોઈ બીમારી ઉદ્ભવે તો તુરંત આરોગ્યસેવા મળી રહે તેવા આરોગ્ય કેન્દ્ર નુ નિર્માણ કરાયુ છે.જે દરેક પ્રકારની આરોગ્ય સુવિધાઓથી સજ્જ છે.ઉપરાંત મુખ્ય કાર્યાલય ને પણ આધુનિક ઓપ આપી તમામ કચેરીઓ સુવિધાઓ થી સજ્જ કરાઇ છે.ગોંડલ આજે ગુજરાતભર મા અગ્રીમ સ્થાન ધરાવતુ હોય અને બહાર ના રાજ્યો મા પણ ગોંડલ યાર્ડ ની નોંધ લેવાતી હોય ખાસ કરીને બહાર થી આવતા વેપારીઓ કે ખેડુતો ને માહીતી સાથે તમામ સુવિધાઓ મળી રહે તેવી ઉપલબ્ધી કરાઇ છે.

તેમણે જણાવ્યુ કે યાર્ડ ના નવા આધુનિક શેડ સાથે ઉતરોતર પ્રગતિ માટે ૩૮ વિઘા જમીન સંપાદિત કરાઇ છે.આગામી સમય મા કમ્પાઉન્ડ વોલ સહિત આધુનિક શેડ નુ નિર્માણ થશે. શુક્રવાર તા.૨૬ સાંજે ચાર કલાકે યાર્ડ ના કીશાનભવન હોલ ખાતે રાજ્ય ના જગદીશભાઈ વિશ્ર્વકર્મા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાયઁક્રમ મા કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે. આ કાર્યક્રમ મા અતિથિપદે ગુ.રાજ્ય સ્ટેટ કો.ઓ.બેંક ના ચેરમેન અજયભાઈ પટેલ, ભરતભાઈ બોઘરા,સાંસદ રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારીયા,ધારાસભ્ય ગીતાબા જાડેજા,જયેશભાઇ રાદડીયા,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા,જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,મગનભાઈ ઘોણીયા, કુરજીભાઈ ભાલાળા,ભાર્ગવભાઇ અંદિપરા,ચંદુભાઇ દુધાત્રા,ભગવાનજીભાઈ રામાણી સહિત ઉપસ્થિત રહેનાર છે.કાર્યક્રમને સફળ બનાવવા યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.