+

ભરૂચના જંબુસરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ, સંગ્રહ કરવા જમીનમાં કેરબા ઉતાર્યાં

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લામાં દેશી દારૂ પર પોલીસે સકંજો કસ્યો છે. જંબુસર તાલુકાના કન ગામે દેશી દારૂનો અડ્ડો ચાલતો હોય અને જમીનમાં કેરબા ઉતાર્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસ…

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લામાં દેશી દારૂ પર પોલીસે સકંજો કસ્યો છે. જંબુસર તાલુકાના કન ગામે દેશી દારૂનો અડ્ડો ચાલતો હોય અને જમીનમાં કેરબા ઉતાર્યા હોવાની બાતમી સ્થાનિક પોલીસ મથકના પીઆઇ અને પોલીસકર્મીઓને થતાં તેઓ સ્થળ પર દોડી જઇ રેડ પાડી હતી અને દેશી દારૂના ભઠ્ઠાઓ સહિત કેરબાઓનો નાશ કરી સપાટો બોલાવતા બુટલેગરોમાં ખળભળાટ મચી ગયો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કન ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ મથકના પીઆઇ વૈશાલી આહિરને થઈ હતી, જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર દરોડા પાડ્યા હતા. કન ગામે અવાવરૂં જગ્યાએ બુટલેગરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કેરબાઓ ઉતારી દારૂનું વેચાણ કરતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા. દરમિયાન, બુટલેગરોમાં પણ નાશભાગ મચી ગઈ હતી. પીઆઈ વૈશાલી આહિર તથા પોલીસકર્મીઓના સ્ટાફે દેશી દારૂની ભઠ્ઠીઓ પર સપાટો બોલાવી તમામ દેશી દારૂના જથ્થાઓનો નાશ કરવા સાથે વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગરો પર તવાઈ બોલાવી હતી, જેના પગલે બુટલેગરોમાં અને વ્યસનકારોમાં પણ દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂનો નાશ કરવા સાથે સાધન સામગ્રીઓ જપ્ત કરી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી છે.

 

આ પણ વાંચો- Bharuch : ભગવાન ઇસુના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ચર્ચમાં લોકોનો મેળાવડો

Whatsapp share
facebook twitter