+

ડીસામાં ભર બજારે ધોળા દિવસે બે ગઠિયા મહિલાના પહેરેલા દાગીનાની લૂંટ કરી થયા ફરાર

અહેવાલ – સચિન શેખલીયા બનાસકાંઠાના ડીસામાં ખરીદી કરવા ગયેલી વૃદ્ધ મહિલાને બે ગઠીયાઓએ છેતરીને એક લાખ રૂપિયાના દાગીનાની લૂંટ આચરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે…
અહેવાલ – સચિન શેખલીયા
બનાસકાંઠાના ડીસામાં ખરીદી કરવા ગયેલી વૃદ્ધ મહિલાને બે ગઠીયાઓએ છેતરીને એક લાખ રૂપિયાના દાગીનાની લૂંટ આચરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે વૃદ્ધની ફરિયાદના આધારે ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Image preview
ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા સંજનાબેન દરબાર માલસામાનની ખરીદી કરવા માટે ડીસા ગયા હતા અને ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઊતરીએ તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બે શખ્સો રસ્તો પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. તે દરમિયાન એક શખ્સે તેમને 500 ની નોટ સુંઘાડી મહિલાને વિશ્વાસમાં લઈ તેમને પહેરેલા દાગીના ઉતરાવીને સફેદ રૂમાલની થેલીમાં બંધાવી દીધા હતા. અને તે સમયે મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલની પોટલી બદલી દીધી હતી. બાદમાં આ બંને ગઠિયાઓ મહિલાને ચકમો આપી ત્યાંથી ભાગવા લાગ્યા હતા.
તે સમયે મહિલાએ તેનો પિંછો કર્યો પણ વધુ ન દોડી શકતા બને ગઠિયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા પછી મહિલાએ તેની પાસે રહેલ રૂમાલની પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા. જેથી મહિલા તરત જ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી હતી. બનાવને પગલે મહિલાના પરિવારજનો પણ તરત જ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ ઘટના અંગે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter