Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બોટાદમાં ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા 30 લોકોને ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો

10:37 PM Jun 04, 2023 | Dhruv Parmar

ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા આજરોજ સાંજના સમયે બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલથી મુખ્ય માર્ગો થઈ ખસ રોડ સુધી ડીજે સાથે બૌદ્ધ ધર્મના ધાર્મિક ગીતો અને મંત્રોચ્ચાર સાથે બૌદ્ધ પૂર્ણિમા પદયાત્રા યોજવામાં આવી હતી જે યાત્રા બોટાદ શહેરના ખસ રોડ વિસ્તારમાં પહોંચ્યા બાદ સભામાં પરિણમી હતી આ પદયાત્રા અને કાર્યક્રમ સભામાં બૌદ્ધ સાધુઓ તેમજ સ્થાનિક આગેવાનો તેમજ પુરુષો મહિલાઓ અને યુવાનો સાથે ધર્મ પરિવર્તન કરનારા પરિવારો પણ જોડાયા હતા.

પદયાત્રા બાદ બોટાદ શહેરના ખસ રોડ વિસ્તારમાં ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા ધર્મ પરિવર્તન દીક્ષા ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 10 પરિવારોના 30 લોકોએ ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી દીક્ષા લીધી, આ દીક્ષા ગ્રહણ ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં બૌદ્ધ સાધુ સહિતના દીક્ષાર્થીઓ તેમજ બૌદ્ધ ધર્મના લોકો તેમજ પુરુષો મહિલાઓ અને યુવાનો રહ્યા ઉપસ્થિત.

ધર્મ પરિવર્તન અંગેના કાર્યક્રમ વિષે બોટાદ જિલ્લા ભારતીય બૌદ્ધ મહાસભાના જિલ્લા પ્રમુખ પરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ ધર્મ પરિવર્તન તો માત્ર કાનૂની પ્રક્રિયા છે એ થઈ રહી છે એના ભાગરૂપે કરવી પડે છે, અમે જે પરિવર્તન કરી રહ્યા છીએ એ ધર્મ પરિવર્તન નહીં પણ મૂળ ધર્મ માં વાપસી કરી રહ્યા છીએ. બોટાદ જિલ્લામાં આ પ્રકારે કાર્યક્રમ સૌ પ્રથમ વખત થયો હોવાનું જણાવ્યું, સાથે જ કહ્યું કે દેશ ગૌતમ બુદ્ધ ના ધમ્મ ના શાસન મુજબ ચાલે છે, જે મધ્યમ માર્ગ છે, શીલ સમાધિ અને પ્રજ્ઞા ના માર્ગ પર સમગ્ર વિશ્વ ચાલે છે. જે લોકો બૌદ્ધ ધર્મ અને ધમ્મ ધર્મ પાળી રહ્યા છે તે સુખી છે ત્યારે અમે પણ વિશ્વ સાથે ધમ્મ નું પાલન કરી સુખી થવા અને દેશના અન્ય લોકોને સુખી કરવા માંગીએ છીએ માટે આ કાર્યક્રમ યોજ્યો છે.

જ્યારે આ ધર્મ પરિવર્તન દીક્ષા કાર્યક્રમમાં દીક્ષા લેનાર વિઠ્ઠલભાઈ બોળીયા એ ધર્મ પરિવર્તન કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે આ ધર્મ પરિવર્તન કાર્યક્રમ નહીં પણ ધમ્મ દીક્ષા કાર્યક્રમ છે, આજે બોટાદ જિલ્લામાં પહેલી વાર ધમ્મ દીક્ષા કાર્યક્રમ યોજાયો છે, દીક્ષા પહેલા કયા ધર્મ સાથે જોડાયેલ હતા. આ બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે દેશમાં જન્મ જાત વ્યવસ્થા છે એ મુજબ હાલ સુધી પોત પોતાનો ધર્મ સ્વીકારતા હતા પણ ભારત દેશ અને ભારતીયોની મૂળ સભ્યતા બૌદ્ધ ધર્મ છે.

એ જાણ્યા બાદ અમો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ધમ્મ દીક્ષા લઈ બૌદ્ધ ધર્મ સાથે જોડાય રહ્યા છીએ, બધા ધર્મો સત્ય દયા અને પ્રેમની વાત કરતા હોય છે પણ બૌદ્ધ ધર્મ વૈજ્ઞાનિક અભિગમ સાથે ચાલે છે જેને લઈ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હોવાનું જણાવ્યું તેમજ સમૃદ્ધ ભારત અને પ્રબુદ્ધ ભારત બુદ્ધ ની વ્યવસ્થા નું ભારત હોવાનું જણાવ્યું.

અહેવાલ : ગજેન્દ્ર ખાચર, બોટાદ

આ પણ વાંચો : સુરત : સલાબતપુરા પોલીસે ઈનામી આરોપીને ઝડપી પાડ્યો, મિત્રની હત્યા કરી થયો હતો ફરાર