+

અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં તોડ કરતા ગઠિયાને ખાડિયા પોલીસે ઝડપી લીધો

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ  નકલી પોલીસ બની પૈસા પડાવતા મૌલિક કંસારા નામના શખ્સની ખાડીયા પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે.. તેની પૂછપરછમાં મણિનગર તેમજ એલિસબ્રિજના 3 ગુનાનો ભેદ ઉકેલાયો.. મણિનગરમાં…

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ 

નકલી પોલીસ બની પૈસા પડાવતા મૌલિક કંસારા નામના શખ્સની ખાડીયા પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે.. તેની પૂછપરછમાં મણિનગર તેમજ એલિસબ્રિજના 3 ગુનાનો ભેદ ઉકેલાયો.. મણિનગરમાં આરોપી બાઈક પર નીકળ્યો હતો ત્યારે સગીરવયના બે બાળકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવીને પોલીસની ઓળખ આપીને મોબાઈલ પડાવ્યો.. અને એક બાળકના કાનમાં પહેરેલી સોનાની કડીને જવેલર્સ પાસે લઈ જઈને કઢાવી દીધી.. આ ઘટનાને લઈને મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી..

પકડાયેલો નકલી પોલીસ ખાડીયા વિસ્તારમાં પણ રોફ જમાવતો હતો.. દેખાવમાં પોલીસ જેવો બાંધો હોવાથી તે પોલીસ સ્ટેશનમાં પણ ફરતો હતો… એટલું જ નહીં તેની વિરુદ્ધ ખાડીયામાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે.. આ આરોપીએ મણિનગરમાં નકલી પોલીસ બનીને ગુનો કર્યા બાદ એલિસબ્રિજ વિસ્તારમાં પણ ગેસના સિલિન્ડર લઈને જતા પેન્ડલ રીક્ષા વાળાને અટકાવીને 7 હજાર રૂપિયા પડાવ્યા હતા..

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ બનીને પૈસા પડાવનાર આરોપી મૌલિક કંસારા વિરુદ્ધ એક દિવસમાં 3 ગુના નોંધાયા છે.ખાડીયા પોલીસે આરોપીને મણિનગર પોલીસને સોંપતા પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે… આ ઉપરાંત એલિસબ્રિજ પોલીસ પણ કસ્ટડી મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરશે.. હાલમાં આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી નકલી પોલીસ બનીને પૈસા પડાવ્યા છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે..

Whatsapp share
facebook twitter