-
Imran khan ની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન
-
આજે કોઈપણ અવરોધ કાર્યકરોને રોકી શકશે નહીં
-
રેલી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી
Imran Khan’s supporters : આજરોજ પાકિસ્તાનમાં Tehreek-e-Insaf પાર્ટીના નેતા અને કાર્યકરોએ Islamabad ની બહારના વિસ્તારમાં એક રેલીનું આયોજન કર્યું હતું. તેમ પાર્ટીના નેતા Imran khan ને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતાં. તો પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો સહારો લેવો પડ્યો હતો. તો Islamabad માં ગત ઓગસ્ટથી Imran khan ની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
Imran khan ની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન
જોકે અગાઉ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઇદ્દત કેસમાં તેની સજા સામેની તેની અપીલ સ્વીકારી લીધા પછી Imran khan ને જેલમાંથી મુક્ત કરવાની આશા જીવિત થઈ હતી. પરંતુ થોડા સમય બાદ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ નવા તોશાખાના કેસમાં તેની ધરપકડ કરી હતી. તો બીજી તરફ છેલ્લા બે તોશાખાના કેસમાં તેમની સજા પહેલાથી જ સ્થગિત કરવામાં આવી હતી. જોકે ઇસ્લામાબાદ હાઇકોર્ટ (IHC) એ તેમને સિફર કેસમાં પણ નિર્દોષ જાહેર કર્યા હતાં.
આ પણ વાંચો: Pakistan માં પિતાની પાક હરકત, પુત્રીની સુરક્ષા માટે આપનાવ્યો આ કિમીયો
આજે કોઈપણ અવરોધ કાર્યકરોને રોકી શકશે નહીં
તો આજરોજ Islamabad પોલીસે પીટીઆઈ કાર્યકરોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં. આ દરમિયાન Imran khan ના સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. રેલીની શરૂઆત પાર્ટીના નેતા હમ્માદ અઝહરે ભીડને સંબોધતા કરી હતી. તેમણે કહ્યું કે સમર્થકો આજે દેશમાં કાયદાનું શાસન અને બંધારણની સર્વોપરિતા સ્થાપિત કરવા માટે આપણે એકઠા થયા છે. આજે કોઈપણ અવરોધ કાર્યકરોને રોકી શકશે નહીં. આ સાથે સરકારે Imran khan ને જેલમાંથી મુક્ત કરવા પડશે.
રેલી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી
તે ઉપરાંત રેલી દરમિયાન પીટીઆઈ સમર્થકોએ પોલીસ સાથે અથડામણ કરી હતી. કારણ કે તેઓએ તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યારે ફોટા અને વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડતી જોઈ શકાય છે. તેની સાથે પોલીસના જણાવ્યા અનુસાર રેલી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેમ છતાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ટીયર ગેસ છોડવા પડ્યા હતાં.
આ પણ વાંચો: Houthis સેનાએ અમેરિકાના સૌથી ખતરનાક MQ-9 ડ્રોનને કર્યું ધ્વસ્ત