+

Vadodara Politics : ઇનામદારના રાજીનામા અંગે સી.આર.પાટીલનું મોટુ નિવેદન

Vadodara Politics : Vadodara ના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નાટકીય સંજોગોમાં આપેલા રાજીનામા બાદ રાજકારણ (Politics)માં ગરમાવો આવી ગયો છે.  પક્ષના હાઇકમાન્ડ દ્વારા તેમને મનાવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તે…

Vadodara Politics : Vadodara ના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નાટકીય સંજોગોમાં આપેલા રાજીનામા બાદ રાજકારણ (Politics)માં ગરમાવો આવી ગયો છે.  પક્ષના હાઇકમાન્ડ દ્વારા તેમને મનાવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તે જ સમયે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું મોટુ નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભરતી અંગે પાર્ટી નક્કી કરશે, કોઇ ધારાસભ્ય નહી. બીજી તરફ કેતન ઇનામદાર સાવલીથી ગાંધીનગર તરફ જવા રવાના થઇ ગયા છે.

પક્ષમાં કોને લેવા તે કોઇ ધારાસભ્ય નક્કી ન કરી શકે

કેતન ઇનામદારના રાજીનામા અંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે પક્ષમાં કોને લેવા તે પાર્ટી નક્કી કરશે. પક્ષમાં કોને લેવા તે કોઇ ધારાસભ્ય નક્કી ન કરી શકે. તેમણે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ નારાજગી વ્યક્ત કરી શકે અને આ મુદ્દે પક્ષના નીતિ નિયમો મુજબ નિર્ણય થશે.

કુલદિપસિંહ રાઉલજીને ભાજપમાં સમાવાયા બાદ નારાજગી

ઉલ્લેખનિય છે કે અહેવાલો મુજબ કેતન ઇનામદાર એટલા માટે નારાજ છે કે તેમની સામે કોંગ્રેસમાંથી લડેલા ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજીને ભાજપમાં સમાવાયા બાદ તેમને ડભોઇ વિધાનસભાના પ્રભારી બનાવી દેવાયા છે અને તેથી જ તેમણે નારાજ થઇને વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામુ આપી દીધું હતું.

કેતન ઇનામદારને મનાવાના પણ પ્રયાસો

બીજી તરફ કેતન ઇનામદારને મનાવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે. ઘણા મહત્વના નેતાઓ ઇનામદાર સાથે વાત કરી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ મુદ્દે વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી સાથે પણ આ મુદ્દે વાત કરી છે. કેતન ઇનામદારના રાજીનામાના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો—- VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામું

આ પણ વાંચો—- VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામા બાદ નિવેદન, “આત્મસન્માનથી મોટું કશું નથી”

આ પણ વાંચો— VADODARA : BJP MLA કેતન ઇનામદારના રાજીનામા બાદ MP રંજનબેન ભટ્ટે કહ્યું, “ઘટના દુ:ખદ છે, સંપર્ક કરીશ”

Whatsapp share
facebook twitter