- Rekha નો ડાન્સ જોઈને સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા
- Rekha પરદેશિયા ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી
- અભિનેત્રીના આ વીડિયો ઉપર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે
IIFA Awards 2024 Rekha Dance : IIFA Awards 2024 ભારતથી લઈને દુબઈ સુધી ચર્ચાનો વિષય બન્યો છે. 28 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીમાં IIFA Awards 2024 ની જાહેરાત કરવામાં આવી હતી. IIFA Awards 2024 માં બોલિવૂડના તમામ સ્ટાર્સે પોતાના જાદુ બતાવ્યો હતો. તો IIFA Awards 2024 ના પ્રથમ દિવસે જ્યારે એશ્વર્યા રાયએ તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ત્યારે બીજી તરફ IIFA Awards 2024 માં Rekha ને જોઈને સૌ લોકો મંત્રમુગ્ધ થયા હતાં.
Rekha પરદેશિયા ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી
IIFA Awards 2024 ના મંચ પર 69 ઉંમરે પણ Rekha નો ડાન્સ જોઈને સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા હતાં. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર Rekhaના વીડિયો પણ વાયરલ થયા હતાં. બોલીવૂડની 70 અને 80 ના દાયકાના સુપ્રસિદ્ધ અભિનેત્રી Rekha એ IIFA Awards 2024 માં લોકોના દિલ જીતી લીધા હતાં. IIFA Awards 2024 ના મંચ પર Rekha એ ગુલાબી રંગના લહેંગામાં શાનદાર ડાન્સ કર્યો હતો. તો સોશિયલ મીડિયા પર વાયકલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, Rekha પરદેશિયા ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી હતી.
આ પણ વાંચો: IIFA 2024 ના મંચ પર કિંગ ખાન થયો ભાવૂક, કહ્યું દરેકનો સમય આવે છે….
અભિનેત્રીના આ વીડિયો ઉપર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે
આ ગીત પર ડાન્સ કરવા માટે Rekha એ પિંક-ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો હતો. તે ઉપરાંત Rekha એ લુકને કમ્પ્લીટ કરવા માટે ખાસ ઘરેણાં પણ પહેર્યા હતાં. ત્યારે આ બધાના સમનવયથી Rekha ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અભિનેત્રીના આ વીડિયો ઉપર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. IIFA Awards 2024 ના મંચ પર માત્ર Rekha જ નહીં પરંતુ ઘણા સ્ટાર્સે શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. શાહરૂખ ખાન, વિકી કૌશલ, કૃતિ સેનન, નોરા ફતેહી, જ્હાન્વી કપૂર જેવા મોટા કલાકારોએ પણ તેમાં અદભૂત ડાન્સ કર્યો હતો. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચો: IIFA 2024 માં પુરસ્કાર મેળવતા બોબી થયો ભાવૂક, પત્નીને Kiss કરી….