+

શું તમારા બાળકને દાંત ફૂટી રહ્યાં છે, તો દાદીમાની આ ટિપ્સ આવશે કામ

બાળકના દાંત 6 મહિનાનું થય ત્યારે બહાર ફૂટવા લાગે છે. નવા દાંત આવે ત્યારે બાળકોને ઘણી સમસ્યાઓ થાય છે, જેમ કે તાવ, લૂઝ મોશન વગેરે. અહીં અમે કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. જ્યારે નાના બાળકોને દાંત આવવાનું ચાલુ કરે છે, તો આ સમય દરમિયાન બાળકોમાં ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. પીડાથી પરેશાન બાળકો કશું બોલી શકતા નથી, પરંતુ તમારે ફક્ત લક્ષણો જોઈને ઉપાય કરવાના હોય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા મà
બાળકના દાંત 6 મહિનાનું થય ત્યારે બહાર ફૂટવા લાગે છે. નવા દાંત આવે ત્યારે બાળકોને ઘણી સમસ્યાઓ થાય છે, જેમ કે તાવ, લૂઝ મોશન વગેરે. અહીં અમે કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. જ્યારે નાના બાળકોને દાંત આવવાનું ચાલુ કરે છે, તો આ સમય દરમિયાન બાળકોમાં ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. પીડાથી પરેશાન બાળકો કશું બોલી શકતા નથી, પરંતુ તમારે ફક્ત લક્ષણો જોઈને ઉપાય કરવાના હોય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે લોકો સામાન્ય રીતે બાળકોને ડોક્ટરની દવાઓ પણ આપતાં હોય છે. પરંતુ જો તમે ઇચ્છો તો કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તમે બાળકને આ પરિસ્થિતિમાં આરામ આપી શકો છો. 
1) પેઢાની માલિશ કરો- બાળકને દુખાવાથી રાહત આપવા માટે, તમારે તમારા હાથને સારી રીતે સાફ કરીને અથવાં સ્વચ્છ કપડા અથવા આંગળી પર કેપ પહેરીને બાળકના પેઢાને હળવા દબાવીને મસાજ કરવી જોઈએ. આમ કરવાથી  તેને દુખાવામાં આરામ મળશે.
2) ફ્રોઝન ક્લોથ- જ્યારે બાળકના દાંત આવતા હોય ત્યારે તમે એક ધોયેલું કપડું ફ્રીજમાં રાખી શકો છો અને પછી આ કપડું બાળકને ચાવવા માટે આપી શકો છો. જો કે, આ કરતી વખતે, બાળકને તમારી દેખરેખ હેઠળ રાખો.
3) લાકડાના રમકડા- બાય ધ વે, બજારમાં બાળકોના એવાં ઘણા રમકડા મળે છે જે બાળકોને દાંત નીકળે ત્યારે આપવામાં આવે છે. જો કે, તે પ્લાસ્ટિકના હોય છે જે બાળકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે બાળકને કોઈપણ નક્કર લાકડાનું રમકડું કે ચાવી શકાય તેવું હોય છે  તે આપી શકો છો.
4) બિસ્કિટ આવશે કામમાં – બજારમાં તમને બાળકો માટેના સ્પેશિયલ બિસ્કિટ મળે છે જે દાંત આવતા હોય તેવાં બાળકોને આપી શકાય છે. આ બિસ્કિટ મીઠા નથી હોતાં અને તે બાળકો માટે પોષ્ટિક હોય છે.
5) બેબી મિલ્ક બોટલ- જો તમે ફીડિંગ બોટલને ઊંધી રીતે ફ્રીઝ કરો છો, તો નીપલની નજીક થીજેલો બરફ થોડો સખત થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે આ બોટલ બાળકને આપી શકો છો. ફ્રિજમાં બોટલ ઊંધી રાખતી વખતે તેની સપાટી સ્વચ્છ છે કે નહીં તેની ચોક્કસ ખાતરી કરો.
 6) નારિયેળ પાણી- જ્યારે બાળકના દાંત આવે છે ત્યારે તેને લૂઝ મોશનની સમસ્યા થઇ શકે છે. જેના લીધે બાળકના શરીરમાં પાણીની કમી થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં બાળકને હાઇડ્રેટ કરવા માટે તેને નારિયેળ પાણી આપો.
Whatsapp share
facebook twitter