+

“2014 માં જો નરેન્દ્ર મોદીજી ભારતના પ્રધાનમંત્રી ન બન્યા હોત તો આજે ભારતની હાલત પાકિસ્તાન જેવી હોત” – Parshottam Rupala

Parshottam Rupala In Morbi : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ( Parshottam Rupala ) દ્વારા મોરબીમાં ચૂંટણીનો પ્રબળ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં રૂપાલા રેલી યોજ્યા…

Parshottam Rupala In Morbi : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ( Parshottam Rupala ) દ્વારા મોરબીમાં ચૂંટણીનો પ્રબળ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. મોરબીમાં રૂપાલા રેલી યોજ્યા બાદ સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારો દ્વારા યોજવામાં આવેલ સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં રૂપાલા સાથે રાજ્યસભાના સાંસદ કેસરી સિંહ ઝાલા અને રામ મોકરીય, સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને જીતુ સોમાણી હાજર રહ્યા હતા. વધુમાં, આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહી મોરબી સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારો દ્વારા રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.

“ચાઈનાની સાથે હરીફાઈ ફક્ત ભારત જ નહીં પરંતુ મોરબી પણ કરી રહ્યું”  –  Parshottam Rupala

Parshottam Rupala

Parshottam Rupala

રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ અહી સભાનું સંબોધન કરતાં વિવિધ મુદ્દાઓ વિષે ચર્ચા કરી હતી. અહી તેમણે કહ્યું હતું કે, ચાઈનાને આજે કોઈ દેશ પડકારી શકતો નથી, ચાઈનાની સાથે હરીફાઈ ફક્ત ભારત જ નહીં પરંતુ મોરબી પણ કરી રહ્યું છે. અમેરિકા ચાઈનાનો માલ સામાન  હવે લેતું નથી તેના પાછળનું એક મુખ્ય કારણ ભારત છે.

 

“2014 માં જો નરેન્દ્ર મોદીજી ભારતના પ્રધાનમંત્રી ન બન્યા હોત તો આજે ભારતની હાલત પાકિસ્તાન જેવી હોત” – Parshottam Rupala

Parshottam Rupala

Parshottam Rupala

પરષોત્તમ રૂપાલાએ વધુમાં PM નરેન્દ્ર મોદી વિષે વાત કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસે એક નાની મિટિંગ કરી અને મોદી સાહેબનો આભાર માનવો જોઈએ. 2014 માં જો નરેન્દ્ર મોદીજી ભારતના પ્રધાનમંત્રી ન બન્યા હોત તો આજે ભારતની હાલત પાકિસ્તાન જેવી હોત. આજે જન ધન યોજનાથી 50 કરોડ નવા બેંક ખાતા ખૂલ્યા છે. આજે આ ખાતામાં 2 લાખ કરોડ જેટલી રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના અમુક કામ તો એવા છે કે, 25 , 30 વર્ષ સુધી વિચાર્યા વગર મત આપવા પડે.

“રૂપાલા અમારા રાજકીય ગુરુ છે” – મોહન કુંડારીયા 

મોહન કુંડારીયા 

મોહન કુંડારીયા 

આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ પોતાની વાત લોકો સમક્ષ રાખતા કહ્યું હતું કે, રૂપાલા અમારા રાજકીય ગુરુ છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 2002 પહેલા મોરબીની શું પરિસ્થિતિ હતી તે સૌને ખબર છે, ત્યારે નરેન્દ્ર ભાઈ એ કીધું હતું કે ચાઇના સાથે હરણ ફાળ કરીશ.

આવતીકાલે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે આવતીકાલે રાજકોટ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે. માહિતી મુજબ, પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરતા પહેલા જંગી જનસભાને સંબોધિત કરશે. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓ અને પક્ષના આગેવાનો હાજર રહેશે. આ જન સભાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે કાર્યક્રમ દરમિયાન, કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે પણ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. બહુમાળી ચોક ખાતે આ જનસભા યોજાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેદવારી ફોર્મ  ભરતા પહેલા પરશોત્તમ રૂપાલા બહુમાળી ચોક ખાતે જનસભાને સંબોધિત કરશે. ત્યાર બાદ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રોડ-શો પણ યોજશે. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીને લઈ પરશોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે રૂપાલાએ રાજકોટ વિધાનસભા 70મા કાર્યાલયને ખુલ્લુ મુક્યું હતું. આ પ્રસંગે સાંસદ રામભાઇ મોહનભાઈ , ધારાસભ્ય રમેશ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં સંભવિત હિટવેવની અસર સામે આગોતરા આયોજન માટે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

 

 

 

 

Whatsapp share
facebook twitter