Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જો ભારત આગળ આવે તો અમે પણ વાતચીતથી વિવાદના સામાધાન માટે તૈયાર : પાક. સેના પ્રમુખ

06:52 AM Apr 29, 2023 | Vipul Pandya

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઈસ્લામાબાદ સુરક્ષા સંવાદના મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તમામ વિવાદોના સમાધાન માટે વાતચીત અને કૂટનીતિ વધારવાનું હિમાયતી છે. તેમાં કાશ્મીર વિવાદ પણ સામેલ છે. તેમણે કહ્યું કે જો ભારત પણ આગળ વધવા તૈયાર હોય તો અમે આ મુદ્દે આગળ વધવા તૈયાર છીએ.
ભારત-ચીન સરહદ વિવાદ અંગે શું કહ્યું?
તેમણે કહ્યું કે વિશ્વની એક તૃતીયાંશ વસ્તી કોઈને કોઈ પ્રકારના સંઘર્ષથી પીડિત છે. માટે તે જરુરી છે કે આપણે આપણા દેશને સંઘર્ષથી દૂર રાખીએ. આ જ કડીમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો સરહદી તણાવ પણ અમારા માટે ચિંતાનું કારણ છે. અમે ઈચ્છીએ છીએ કે વાતચીત અને કૂટનીતિ દ્વારા તેનો ઉકેલ આવે.
સંવાદ અને મુત્સદ્દીગીરીથી વિવાદોનું સામાધાન આવે: બાજવા
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ આગળ કહ્યું કે આ એવો સમય છે જ્યારે દેશના રાજકીય નેતૃત્વએ ભાવનાત્મક અને સંકુચિત મુદ્દાઓથી ઉપર ઊઠીને વ્યાપક હિત માટે નિર્ણયો લેવા જોઈએ. બે દિવસીય ઈસ્લામાબાદ સુરક્ષા સંવાદ 2022ને સંબોધતા પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું કે પાકિસ્તાન અલગ અલગ કેમ્પ અથવા તો ગૃપની રાજનીતિમાં વિશ્વાસ નથી કરતું. હું માનું છું કે આપણે બૌદ્ધિક ચર્ચા માટે એવા સ્થાનો વિકસાવવા અને પ્રમોટ કરવાની જરૂર છે જ્યાં વિશ્વભરના લોકો વિચારો શેર કરવા માટે એકઠા થાય. તેમણે કહ્યું કે પાકિસ્તાન આર્થિક અને વ્યૂહાત્મક સંઘર્ષના ચોક પર સ્થિત દેશ તરીકે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે.