+

Idar : ટાયર ફાટતાં કાર 20 ફુટ ઉંચી ફંગોળાઈ, 2 ના મોત અને 4 ઈજાગ્રસ્ત

Idar Car Accident : હિંમતનગર-અંબાજી હાઈવે (Himmatnagar-Ambaji highway) ઉપર ઈડરના સાપાવાડા નજીકથી શનિવારે બપોરે કારમાં પસાર થઈ રહેલા પરિવારની કારનું ટાયર અચાનક ફાટી (car suddenly burst ) જતાં 6 જણા…

Idar Car Accident : હિંમતનગર-અંબાજી હાઈવે (Himmatnagar-Ambaji highway) ઉપર ઈડરના સાપાવાડા નજીકથી શનિવારે બપોરે કારમાં પસાર થઈ રહેલા પરિવારની કારનું ટાયર અચાનક ફાટી (car suddenly burst ) જતાં 6 જણા સાથેની કાર લગભગ 20 ફુટ ઉંચે ફંગોળાઈ ગઈ હતી. જેના લીધે બે જણાનું ગંભીર ઈજા (serious injuries) થઇ હોવાને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. જયારે બે બાળકો સહિત ચાર જણાને ઈજા (Injured) થતાં તુરંત જ સારવાર માટે હિંમતનગર અને અમદાવાદ મોકલી અપાયા હતા.

Idar Car Accident

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શનિવારે બપોરના સુમારે બરોડા (Baroda) ના એક પરિવારના 6 સભ્યો પોતાની કાર GJ 06 PD 0505 માં અંબાજી (Ambaji) તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ઈડર (Idar) ના સાપાવાડા નજીક આવેલ એક જીન પાસે હિંમતનગર તરફથી આવી રહેલી આ કારનું ટાયર (Tyre) ગમે તે કારણસર ધડાકાભેર ફાટ્યું હતું. જેના લીધે આ કાર લગભગ 20 ફુટ ઉંચે ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી. જેના લીધે કારમાં બેઠેલા બે જણાના ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નિપજયા હતા.

Idar Car Accident

અકસ્માત એટલો ભંયકર હતો કે, ધડાકાભેર પટકાયેલી કાર રોડની સાઈડમાં આવેલી લોખંડની એંગલ સાથે અથડાઈ હતી, જેના લીધે એક પુરુષ અને મહિલાનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જયારે અન્ય એક પુરુષ અને મહિલા તેમજ બે બાળકો ગંભીર રીતે ઘાયલ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક સારવાર અપાયા પછી ચારેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 મારફતે અમદાવાદ અને હિંમતનગર સિવિલ લઈ જવાયા હતા.

અહેવાલ – યશ ઉપાધ્યાય

આ પણ વાંચો – પોરબંદરના એક સર્વિસ સ્ટેશનની અંદર યુવક- યુવતીનું રહસ્યમય મોત

આ પણ વાંચો – MORBI : મોરબી ક્રાઈમ બ્રાંચનો સપાટો, લાખોની કિમતનો વિદેશી દારૂ કર્યો જપ્ત

Whatsapp share
facebook twitter