+

PM Modi ના જન્મદિવસ પર આ શહેરમાં ખરીદી પર 10 થી 100 % સુધીનું ભારે ડિસ્કાઉન્ટ! રિક્ષામાં પણ ફ્રી સવારી

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) જન્મદિવસ સુરતમાં PM Modi નાં બર્થ ડેની ખાસ તૈયારીઓ જ્વેલરી, કપડાંની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર રિક્ષામાં ફ્રી રાઇડની સુવિધા પણ અપાશે! વડાપ્રધાન નરેન્દ્ર…
  1. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) જન્મદિવસ
  2. સુરતમાં PM Modi નાં બર્થ ડેની ખાસ તૈયારીઓ
  3. જ્વેલરી, કપડાંની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર
  4. રિક્ષામાં ફ્રી રાઇડની સુવિધા પણ અપાશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. આવતીકાલે તેઓ ભુવનેશ્વર જવા રવાના છે. આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. PM મોદીનાં જન્મદિવસ (PM Narendra Modi Birthday) માટે રાજ્યભરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં (Surat) PM નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ નિમિત્તે ફ્રી ઓટો રાઈડ, શોપિંગ અને હોટલનાં બિલમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

10 થી 100 ટકા ડિસ્કાઉન્ટ!

પ્રાપ્ત માહિતી મુજબ, બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ (Purnesh Modi) જણાવ્યું કે, તેમના વિધાનસભા ક્ષેત્રનાં ઘણા સ્થાનિક ઉદ્યોગપતિઓ PM મોદીનાં (PM Modi) જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવા માટે 10 %થી લઈને 100 % સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનાં છે. હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લિનિક્સ, જ્વેલરી, શાકભાજી બજારો અને બેકરીઓ સહિતનાં વિવિધ ક્ષેત્રોને ગ્રાહકોને આપવામાં આવતા ડિસ્કાઉન્ટમાં સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો – PM Modi in Gujarat : સત્તાનાં ભૂખ્યા અને લાલચુ લોકો દેશનાં ટુકડા ઈચ્છે છે : PM મોદી

PM મોદીનાં જન્મ દિવસ પર દુકાનદારોનો સ્વૈચ્છિક નિર્ણય

પૂર્ણેશ મોદીએ આગળ જણાવ્યું કે, ‘મારા વિધાનસભા ક્ષેત્રમાં દર વર્ષે પીએમ મોદીનાં જન્મદિવસ (PM Narendra Modi Birthday) પર અમે લોકોનાં કલ્યાણ માટે કામ કરીએ છીએ. આ વિસ્તારમાં વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લગભગ 2,500 જેટલા ઉદ્યોગપતિઓ છે, જે લોકોને તેમના સામાન અને ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટની (Discount) સુવિધા આપે છે. દરેક દુકાનની પોતાની ઓફર અને યોજના હોય છે. શું ડિસ્કાઉન્ટ આપવાનું છે, કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું છે? આ તેમનો સ્વૈચ્છિક નિર્ણય હોય છે.

આ પણ વાંચો – Rajkot : વક્ફ બોર્ડ માત્ર ભારતમાં જ, કોંગ્રેસે આપ્યા હતા અધિકાર : રાજા ભૈયા

ઓટોમાં ફ્રી રાઈડની સુવિધા

પીએમ મોદીનાં જન્મદિવસને લઈને સુરતમાં (Surat) ઓટો યુનિયને કહ્યું કે, તેઓ આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, યુનિયનનાં પ્રમુખે કહ્યું હતું કે, ‘અમે આ દિવસને સેવા દિવસ તરીકે ઊજવીશું, જ્યાં વ્યક્તિગત ઓટો ડ્રાઈવરો મફતમાં રાઈડ આપી રહ્યા છે. અમે મુસાફરોને મફતમાં લઈ જઈશું. તે સોમવાર, 16 સપ્ટેમ્બરથી શરૂ થશે, જે નરેન્દ્ર મોદીનાં જન્મદિવસનાં એક દિવસ પહેલા છે.

આ પણ વાંચો – Ahmedabad : છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવી… : PM મોદી

Whatsapp share
facebook twitter