ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે ગોધરા-દાહોદ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું જેમા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મળી રહેલી માહિતી અનુસસાર, અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ખામી સર્જાતા તેને હાઇવે પર જ પાર્ક કરી તેને ઉકેલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઉભેલી બસને પાછળથી અન્ય ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી.
4 લોકોના કમકમાટીભર્યા મોત
દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. જ્યારે કરોડો લોકો ઈજાગ્રસ્ત થઇ જાય છે. રાજ્યમાં પણ અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે ગોધરા-દાહોદ હાઇવે પર પણ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે જ પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે થયો અકસ્માત ?
મળતી માહિતી અનુસાર, લક્ઝરી બસમાં ટેકનિકલ ખામી આવી હતી જેના કારણે તેને હાઈવે પર પાર્ક કરી રીપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી તે દરમિયાન પાછળથી આવી રહેલી બસ જેના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ હાઈવે પરથી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ બસે પલ્ટી મારી હતી. આ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા જ્યારે અન્ય મુસાફરો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા. જે લોકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે તેમને ગોધરા સિવિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ગોંડલમાં માતાએ બે માસૂમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો
આ પણ વાંચો – Porbandar માં હિટ એન્ડ રન : પૂરપાટ કારે ત્રણ વાહનોને લીધા અડફેટે, મહિલા ટીઆરબી જવાનનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ