Honey Trap : સુરતમાં (Surat )વધુ એક હનીટ્રેપની (Honey Trap) ઘટના સામે આવી છે રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ચાર આરોપીઓ ફરાર છે. ડભોલીમાં રત્નકલાકારને 7 લોકોની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતી દ્વારા રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ રત્નકલાકાર 7000 હજાર રૂપિયા આપવા તૈયાર થયો હતો. રત્નકલાકારે 50 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં 5 હજાર રોકડા આપી દીધા હતા.
પોલીસે છટકું ગોઠવીને ત્રણમી કરી ધરપકડ
આરોપીઓએ રત્નકલાકારનાં પિતાને જાણ કરવાની ધમકી આપી હતી. જે મામલે રત્નકલાકાર યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્નિ ચંદ્રની ધરપકડ કરી હતી. રત્નકલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી.
કેટલાક શખ્સો આવી યુવકને બંધક બનાવી લઈ ગયા હતા
નંદની રત્નકલાકારને અવાર નવરા મળવા બોલાવતી હતી. પરંતું યુવક જતો ન હતો. નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે નંદનીને મળવા ગયો હતો. યુવક નંદની સાથે વાત કરતો ત્યારે કેટલાક શખ્શો આવી યુવકને બંધક બનાવ્યો હતો. તેમજ યુવકને બાઈક પર બેસાડી વરીયાવ રોડ પર લઈ ગયા હતા. મહિલાના પતિએ યુવકને દુષ્કર્મનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા.
આ પણ વાંચો – અમદાવાદ સહિત દેશના 554 રેલવે સ્ટેશનનો કરાશે પુન: વિકાસ….
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ