+

દિલ્હીમાં કાર સાથે વ્યક્તિને ઢસડવનો વધુ એક કિસ્સો, હોર્ન મારવા મુદ્દે યુવકને ટક્કર મારી અડધો કિમી ઢસડ્યો

દિલ્હીના કાંઝાવાલા ઘટના ભૂલાય નથી ત્યાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામેં આવ્યો છે. જેમાં હોર્ન વગાડવા પર વિવાદ થતા યુવકને કાર ચાલકે ટક્કર મારી હતી. એટલું જ નહીં કાર ચાલકે યુવકને અડધા કિલોમીટર સુધી કારના બોનટ પર ઢસાડ્યો હતો. દિલ્લીના રાજૌરી ગાર્ડન વિસ્તારની આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.હોર્ન વગાડવા મુદ્દે માથાકૂટરાજૌરી ગાર્ડન વિસ્તારમાં માà
દિલ્હીના કાંઝાવાલા ઘટના ભૂલાય નથી ત્યાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામેં આવ્યો છે. જેમાં હોર્ન વગાડવા પર વિવાદ થતા યુવકને કાર ચાલકે ટક્કર મારી હતી. એટલું જ નહીં કાર ચાલકે યુવકને અડધા કિલોમીટર સુધી કારના બોનટ પર ઢસાડ્યો હતો. દિલ્લીના રાજૌરી ગાર્ડન વિસ્તારની આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હોર્ન વગાડવા મુદ્દે માથાકૂટ
રાજૌરી ગાર્ડન વિસ્તારમાં માત્ર હોર્ન વગાડવાના મુદ્દે બંને પક્ષે માથાકૂટ થઈ હતી. આ ઝઘડામાં કારમાં આવેલા યુવકે એક વ્યક્તિને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ પછી તે યુવકને બોનેટ પર અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં કારના બોનેટ પર યુવક દેખાઈ રહ્યો છે. આ અંગે જાણ થતાની સાથે પોલીસે આ ગંભીર મામલે તપાસ હાથ ધરી હતી.
બોનેટ પર અડઘો કિમી સુધી યુવકને ઘસડ્યો
મળતી વિગતો પ્રમાણે દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં એક કારમાં સવાર એક યુવકે બચાવમાં આવેલા વ્યક્તિને ટક્કર મારી હતી અને તેને દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ખેંચી ગયો હતો. જ્યારે કેટલાક લોકોએ કાર સવારનો પીછો કર્યો ત્યારે કારની બ્રેક લગાવીને આરોપી કારના બોનેટ પર લટકેલી વ્યક્તિને નીચે પટકીને ભાગી ગયો હતો.
સમગ્ર ઘટના!
આ ચોંકાવનારી ઘટના ગુરૂવારે સાંજે રાજા ગાર્ડન રિંગ રોડની છે. જ્યારે પ્રોપર્ટી ડિલિંગનું કામ કરતા જયપ્રકાશ રોહિણથી રાજાગાર્ડન પોતાના મિત્ર હરવિંદર કોહલીને મળવા આવી રહ્યાં હતા. રસ્તામાં તેમને એક કારને ઓવરટેક કરવા માટે હોર્ન વગાડી સાઈડ માંગી તો સાઈડ નહી મળતા તે બીજી તરફથી નિકળી જતાં આ વાતથી ગુસ્સે ભરાયેલા વ્યક્તીએ તેની સાથે ઝઘડો કર્યો અને આ પછી તરત જ કારમાં બેઠેલા યુવકે પહેલા હરવિંદર કોહલીને ટક્કર મારી, પરંતુ તે દરમિયાન સદનસીબે તેણે કારનું વાઇપર પકડી લીધું અને બોનેટ પર લટકી ગયો. પરંતુ તે યુવકે કાર રોકવાને બદલે લગભગ 400 થી 500 મીટર સુધી કાર હંકારી હતી.
કંઝાવાલા બાદ વધુ એક ઘટના
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં અંજલિ નામની યુવતી તેની મિત્ર નિધિ સાથે સ્કૂટી પર ઘરે જવા નીકળી હતી ત્યારે કંઝાવાલા રોડ પર સામેથી આવી રહેલા એક કારે તેમને ટક્કર મારી હતી. નિધિ ટક્કરથી બચી ગઈ, પરંતુ અંજલિ કારની નીચે ફસાઈ ગઈ ત્યારબાદ કારમાં બેઠેલા યુવકે અંજલિને લગભગ 12 કિલોમીટર સુધી ઘસેડી હતી. આ કેસમાં પોલીસે સાતેય આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે આ ઘટનાના ગણતરીના દિવસો બાદ વધુ એક આવી ઘટના સામે આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter